આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મથુરાપર્વ

.

( કાઠીયાવાડ ) દેશમાં એક નવું શહેર વસાવવું. આમ કરવામાં કૃષ્ણનો બીજો ઉદ્દેશ એ પણ હતો કે પશ્ચિમ બાજુથી સમુદ્રરસ્તે હિન્દુસ્તાનમાં કોઇ પેસી શકે નહિ એવો ચોકીપહેરો રાખનાર એક રાજ્ય સ્થાપવું. કૃષ્ણનો નિર્ણય સર્વે‌એ પસંદ કર્યો. વગરઢીલે યાદવો મથુરા છોડી ગયા. દ્વારિકા આગળ સર્વે‌એ ઉતારા નાંખ્યા. પછી ત્યાં આગળ એક કોટ બાંધવાની વ્યવસ્થા કરી, કૃષ્ણ કાલયવનની ખબર લેવા મથુરા તરફ પાછા ફર્યા. ધોળપુર પાસે કૃષ્ણ અને કાલયવનનો ભેટો થયો. શ્રીકૃષ્ણે કાલયવનના સૈન્યને ધોળપુરના ડુંગરામાં લ‌ઇ જ‌ઇ એક અડચણવાળી જગામાં ફસાવ્યું. આથી ક્રોધે ભરાઈ કાલયવન એકલો જ કૃષ્ણની પાછળ પડ્યો. કૃષ્ણ એક ગુફામાં સંતાઇ ગયા. ગુફામાં મુચકન્દ નામે કોઇ ઘરડો રાજર્ષિ ઉંઘતો હતો. એને એવું વરદાન હતું કે જે એની નિદ્રાનો ભંગ કરે તે ભસ્મ થ‌ઇ જાય. કાલયવન ગુફામાં પેઠો અને મુચકન્દને કૃષ્ણ ધારી લાત મારી. તેવોજ મુચકન્દ જાગી ઉઠ્યો અને કાલયવન ભસ્મ થયો. કાલયવનના મરણથી એની સેના અવ્યવસ્થિત થઈ ગ‌ઇ અને કૃષ્ણે તેનો સહેલાઈથી પરાભવ કર્યો. પોતાની
૧૧૫