આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ


દંડકારણ્ય

ત્યાંથી તેઓ દંડકારણ્ય તરફ ગયા. ત્યાંના મુનિઓએ રામ અને લક્ષ્મણને પોતાની પાસે જ રહી એમનું રક્ષણ કરવા વિનંતિ કરી. દંડકારણ્યમાં તે વખતમાં રાક્ષસોની ઘણી જ વસ્તી હતી. ચિત્રકૂટથી માડીને પમ્પા સરોવર સુધી માણસનું માંસ ખાનારા રાક્ષસો તાપસોને ત્રાસ આપી રહ્યા હતા. રામે જુદા જુદા આશ્રમોમાં જઇ ચાર કે છ મહિના કે વર્ષ સુધી ત્યાં ત્યાં રહીને રાક્ષસોનો ઉપદ્રવ ઓછો કર્યો. આ રીતે વનવાસનાં દસ વર્ષ વીતી ગયા.

પંચવટી

ત્યાર પછી રામ દક્ષિણમાં અગસ્ત્ય મુનિના આશ્રમમાં ગયા. અગસ્ત્યે ત્રણે જણાનો સારી રીતે સત્કાર કર્યો અને રામને એક મોટું વૈષ્ણવી ધનુષ્ય, એક અમોઘ બાણ, અખૂટ બાણથી ભરેલા બે ભાથા અને સોનાના મ્યાનમાં મૂકેલી એક તલવાર ભેટ કર્યાં; અને એમને પંચવટીમાં રહેવાની સલાહ આપી.


જટાયુ

પંચવટી જતાં રસ્તામાં એમને જટાયુ નામે ગીધ સાથે મિત્રતા થઇ. તેને સાથે લઇ ગોદાવરીને કાંઠે તેઓ આવી પહોંચ્યા. ત્યાં લક્ષ્મણે એક સુંદર પર્ણકુટી બનાવી. લક્ષ્મણની મહેનતથી પ્રસન્ન

૨૮