આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અરણ્યકાણ્ડ

.

થઇ રામ તેને ભેટી પડ્યા અને બોલ્યા "તારા આ શ્રમ માટે આલિંગન સિવાય બીજું કાંઈ આપવાને મારી પાસે નથી." એ પર્ણકૂટીમાં ત્રણે જણા રહેતા, અને જટાયુ ઝડ પર બેસીને તેમનો ચોકી પહેરો કરતો.

શૂર્પણખા

એક દિવસ શિયાળામાં રામ, લક્ષ્મણ અને સીતા નદીમાં સ્નાન કરી પાછાં ફરતાં હતાં, તેટલામાં શૂર્પણખા[૧] નામે એક રાક્ષસી ત્યાં આવી ચઢી. એ લંકાના રાજા રાવણની બ્હેન થતી હતી અને દંડકારણ્યમાં ખર અને દુખર નામે પોતાના સગા ભાઇઓ સાથે રહેતી હતી. રામને જોઈ એ એના પર મોહ પામી અને એની સાથે લગ્ન કરવાની માગણી કરી. રામ-લક્ષ્મણે પહેલાં એની વાત હસી કાઢવા માંડી. પણ પછી એનું અતિશય જંગલીપણું જોઇને એમને એના પર તિરસ્કાર આવ્યો, અને રામની પ્રેરણાથી લક્ષ્મણે એનાં નાક કાન કાપી નાંખ્યાં. શૂર્પણખા ચીસ પાડતી અને રડતી ખરની પાસે જઇ પહોંચી. રામ, લક્ષ્મણ અને સીતાને ઠાર મારી, તેમનું લોહી શૂર્પણખાને



  1. શૂર્પણખા એટલે સૂપડા જેવા નખવાળી. એ રાવણની મસીયાઇ બ્હેન હોય એમ લાગે છે.


૨૯