આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ


સીતાહરણ

લક્ષ્મણ ગયા પછી થોડી વારમાં જ સંન્યાસીનું રૂપ ધારણ કરી રાવણ પર્ણકુટી આગળ આવી પહોંચ્યો. સીતાએ એને સાધુ જાણી સત્કાર આપ્યો, અને પોતાનાં કુળ-ગોત્ર વગેરે જણાવ્યાં. રાવણે પણ પોતાની ઓળખાણ આપી, અને પોતાનાં રાજ્ય, સંપત્તિ, પરાક્રમ વગેરેનું વર્ણન કર્યું. પછી એ સીતાને પોતાની પટરાણી કરવાની લાલચ આપવા લાગ્યો. સાધુ વેશમાં અસુરને જોઇ સીતાએ એનો ખૂબ ક્રોધથી તિરસ્કાર કર્યો. આથી રાવણે પોતાનું રાક્ષસી સ્વરૂપ પ્રગટ કર્યું, અને એક હાથે તેનો ચોટલો પકડી, બીજે હાથે ઉંચકી લઇ પોતાના મોટા ખચ્ચરના રથમાં બેસાડી ચાલતો થયો. સીતાએ રામ અને લક્ષ્મણને ખૂબ બૂમો પાડી, પણ રામ-લક્ષ્મણને તે સંભળાઈ નહિ. આશ્રમથી થોડે દૂર વૃદ્ધ જટાયુ લંગડે પગે બેઠો હતો.સીતાએ તેને બૂમ પાડી. ઘરડો છતાં એ રામનો શૂરો મિત્ર સીતાની મદદે ઉડ્યો. એણે પોતાની ચાંચથી રાવણનાં ખચ્ચરો મારી નાખ્યાં અને રથના ફ્રુરચે ફુરચા બોલાવી દીધા. રાવણના હાથ પણ એણે ચાંચ મારી ઘાયલ કર્યા એટલે રાવણે સીતાને

૩૪