આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અરણ્યકાણ્ડ

.

જમીન પર મૂકી એની સામે લડવા માડ્યું. જટાયુએ પોતાનું સર્વ જોર રાવણ ઉપર અજમાવ્યું; પણ એક બાપડા વૃધ્ધ પક્ષીનું રાક્ષસ આગળ કેટલું ચાલે ? છેવટે દુષ્ટ રાવણે તલવારથી એની પાંખો કાપી નાંખી, એટલે એ નિર્બળ થઇ જમીન પર પડી ગયો. આ રીતે અબળાના રક્ષણાર્થે પોતાનો પ્રાણ અર્પણ કરી, આ પક્ષીરાજે પોતાનું જીવન ધન્ય કર્યું.

રાવણ વળી સીતાને લઈને લંકા તરફ દોડવા લાગ્યો. રસ્તામાં પમ્પા સરોવર પાસે ઋષ્યમુક પર્વતના શિખર પર પાંચ વાનરોને[૧] બેઠેલા જોઇ એ લોકો પોતાની હકીકત રામને કહેશે એ આશાથી


  1. એ મનુષ્યની એક બીજી અપૂર્ણ જાત. એમની રહેણી કંઇક અંશે મનુષ્યને અને કંઇક અંશે પશુને મળતી. રાક્ષસ જેવી ભયંકર નહિ, અને છેક બુદ્ધિ વિનાની પણ નહિ. કાંઇક ટોળાં બાંધીને રહેનારી, અને સદાચાર, નીતિ, સાદાઈ અને વફાદારીના ગુણો ધરાવનારી. રાક્ષસનાં શરીર પ્રચંડ, ત્યારે એનાં હલકાં અને ચપળ; કાઠાં નાનાં પણ બળ બહુ. ફળફૂલનો આહાર કરનારી, ઝાડોમાં અને કોતરોમાં રહેનારી આ પૂછડીવાળા માણસોની પ્રજા લાગે છે.


૩૫