આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સ ધાર ૩

૪૪


"દાટી દીધું.”

"દાટવાની જગ્યા ખોદાવો.”

બાનડી ગભરાણી. એને ગરદન મારવાનો ડારો દીધો. રાણીમાતાએ કબૂલ કર્યું કે બાળક એના બાપનો કાળ હોવાથી વગડે મેલ્યો છે. ક્યાં મેલ્યા તેનો પત્તો લેવામાં આવ્યો. પાંભરી ઓળખાણી, નક્કી થયું કે એ તો રાજનો જ દીકરો. જોષીને મોડી ઘડી આપેલી હોવાની વાત બાનડીએ કબૂલ કરી લીધી. બીજ સોંલકીની પરીક્ષા ઉપર માણસો ગાંડાં બન્યાં.

“અરે, મારા બાપ! શું હું મારા પેટને ન ઓળખું ? એના શરીરના રૂંવાડે રૂંવાડે મારા કુળનું નામ લખાઈ ગયું છે. એ બધી તો આંધળાંએાને ઉકેલવાની ભાષા છે.”

રાજમાં નેાબતો ગડગડી, દેવળેામાં ઝાલર રણઝણી, ઘરે ઘરે લાપસીનાં આંધણ મુકાણાં.

વાઘણને ધાવનાર એ બાળકનું નામ પડ્યું મૂળરાજ.

રાજ ને બીજ એકલા રણછોડરાયને નવરાવવા દ્વારકાને માર્ગે ચાલી નીકળ્યા.

એક હજાર વર્ષ પૂર્વે કચ્છના કેરાકોટ નગરના રાજ-ઝરૂખે ચાર બાઈઓ, ઇન્દ્રભુવનની ચાર અપ્સરા જેવી, બેઠી હતી : એક સોન રાણી, બીજી જહી બારોટાણી, ત્રીજી નેત્રમ બાનડી ને ચેાથી ડાહી ડુમડી. કચ્છ દેશની મરદાનગી એમનાં કદાવર અંગેામાં ચમકતી હતી. ચારેયના ધણી રણે ચડ્યા હતા.

આથમતા સૂરજ મહારાજે અસ્તાચળ ઉપરથી રજપૂતાણીને ભાળી. પોતાના હજારો ફૂલોની ડાળીમાંથી એ ઝરૂખામાં એણે એક ફેંક્યું. રાણીએ ફૂલ સૂંઘ્યું. પેટમાં કંઈક ટાઢો શેરડો પડ્યો. પછી બારોટાણીએ બાનડીએ