મુખ્ય મેનુ ખોલો
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯

હજાર વર્ષ પૂર્વે

કોપ જાગ્યો.

ખડગ લઈને એ એકલો ધાયો. ગાયો લઈને લાખો તો સીમમાં વાટ જોતો હતો. એને તો રાજની સાથે જ ચાર આંખો મેળવવી હતી. બનેવીને એણે આવવા દીધો, ખૂબ પાસે આવવા દીધો; પછી પાઘડી હાથમાં લઈને સામો ચાલ્યો : “ એ રાજ; આટકોટ હાલ્ય ! તને તેડવા આવ્યો છું. રાંયા રોવે છે !”

“લાખા ! મરદ થા. હવે ગોટા વાળ્ય મા.” એમ કહીને એણે ખડગ ચલાવ્યું. લાખાનું માથું જોતજોતામાં ઊડી જાત, પણ એણે વખતસર ભાલો ઝીંક્યો. રાજ વીંધાઈ ગયો. પહાડ જેવી કાયા ભેાંય પર પછડાણી. લાખાએ પોતાના માથાનો ફેંટો કાઢીને એ શબ ઉપર એાઢાડી દીધો. એણે પોતાની આંખો લૂછી કપાળ કૂટ્યું.

વિધવા બહેન રાંયાના ખોળામાં ભાણેજ રમવા મંડ્યો છે; એનું નામ પાડ્યું છે રાખાઈશ. બાપનું મોં તો રાખાઈશે જોયું નથી; મામા જ એના લાડકોડ પૂરા કરે છે. મા અને મામા: એ બે સિવાય કોઈક કુટુંબી જાણે ખોવાઈ ગયું હોય, એમ એની આંખો ચારેકોર જોયા કરતી.

કોઈ બાનડી કહેતી : “બા, બરોબર જાણે ઈ જ મોઢું હોય !”

આવાં વેણ સાંભળીને રાંયા રોતી. રાખાઈશના માથા પર ધગધગતાં આંસુ પડતાં. આભો બનીને રાખાઈશ માના મોં સામે જોઈ રહેતો.

લાખાની આણ હતી કે ભાણેજને કોઈ એ જૂની વાત કહેવાની નથી - કહેનારને કાંધ મારીશ !

રાખાઈશ વધવા લાગ્યો, મલ્લકુસ્તી, પટ્ટાબાજી, ભાલાની તાલીમ : એમ એક પછી એક કળા ઉપર એનો