આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

લડવું લંકમાં તે ઘણું દોહલું, આપ ઉડ્યો જશે તુચ્છ તરણે; મહિપતિ કહે મંદોદરી તુંએ, સામળ તણા સ્વામીને જાને શરણે. ૧૦૪ મં-સ્વામિ તમ આગળે સત્ય બોલું અમો, ગાળ દેશો ઘણી વાય વાશે; વિભિષણ ભ્રાત મળ્યો રધુનાથને, નાથ અનાથનો ચિત્ત ચહાશે; લંક લુંટાવશે એહ આગળ રહી, ખાંત અમૃત તણી એહ ખાશે; ગૃહ સમ તેહના વાંકા તમ દેહના, લંકનો અધિપતિ એહ થાશે. ૧૦૫

છપ્પા.

રાવણ-શી મુરખને શીખ, શી ઘેલાશું ગોષ્ટિ; શી અદાતની કિરત, શી વેરીશું વિષ્ટિ; શી સજ્જનશું રાડ, શી રાંકશું રુઠી; નાગરા શું ગાંન, પ્રિત ત્યાં શી પીઠી; શી વાત વનિતા તણી, મોટા જન કેમ માંનિયે; સામળ કહે શાણી ઘણું, પણ પ્રમદા બુદ્ધિ પાનિયે. ૧૦૬ મંદોદરી-ગોખરુ મૂળે હાથ, હેત ઘણેથી ઘાલ્યો; મણિધર કેરી મણ, લેવા મહિપત તું માલ્યો; દાવાદલ ધરી દેહ, તાડથી પડિને જીવવું; શીંગીયો સોમલ વચ્છનાગ, ઝેર હળાહળ પીવું; રાણા રાવણ ત્યમ રામશું, અકલ ફેલાવે આડિયો; માગ્યું મોત સામળ કહે, સૂતો સિંહ જગાડિયો. ૧૦૭ રાવણ-જાય કો પર્વત મેર, કે પાતાળે પેસે; રહે સમુદ્રને શરણ, સુરજ મંડળ જઈ બેશે; છેક જ થાયે રંક, કે લક્ષ લોકોને લૂંટે; આયુર્દા ઘડી એક, નવ્ય વધે નવ્ય ખૂટે; લલાટે લખ્યું મટે નહિ, તો નીચ થઈ નમવું કશું; ગુણવંતને ગમે નહીં, એક હાણ બીજું હશું. ૧૦૮ મંદોદરી-જોબન મદ જર મદ, અહંકાર રાખે અલેખે; કામતુર નર અંધ, તેહ આંખે નવ્ય દેખે; સજ્જન મદ ને શૂર, મુરખ જન મમતી મોટા; સાચા જે પ્રતિબોધ, તેહને મન સહુ ખોટા;