આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

પૂછ તું વરણ અઢારના લોકને, રામના ગુણ તે કુણ ગાયે; લાવિયો સીત નચિંટ નર ભીતરથી, જોર હશે આંગમાં આપ માંહે. ૧૨૭ ઇં-ઇંદ્રજીત કહે કોટિ ઇંદ્રને જિતીયે, આકાશ ઉડાડિયે ભોમ્ય ભારી; પીતાતણું પાણી જાવા નહીં દીજિયે, આપિયે નહીં ફરી એહ નારી; બાપડાં વાંદરાંથી કેમ દીજિયે, આંબળાં ઊંબરા એ જ અહારી; ચોખુંટમાં વાત ચાલે એહ આપણે, કે રીંછથી રાયજીયે હોડ હારી. ૧૨૮ મં-પૂત સપૂત હુંતો તુંને જાણતી, પાપ બુદ્ધિ તુંને આજ પરખ્યો; ઓળખ્યો નહિ હૃદે રામ રઘુનાથને, નીચ દૃષ્ટિથી નરનેહ નરખ્યો; ભારે અલખત જોઇ ભૂર ભૂલો ભલા, હાંણ હાંસું થશે હેત હરખો; કૂખ કપૂત લજાવણો મેં લહ્યો, બીજ જેવું તેવો બાપ સરખો. ૧૨૯ કુંભ-કહે પછી કુંભકો કોપ અદકો કરી, ડાહ્યાં ઘણું દલ વિષે શુંજ થાવું; ભક્ષ કરું સર્વની દેહ ઘડી એકમાં, ઘાલી લઉં ગુંજલે ખાંતે ખાઉં; આજની રાતમાં ભો પમાડું ઘણું, મૂળ માંકડ તણાં ક્રોડ કાઢું; જીવતા ઝાલીને વીંધશું બહુ જણા, ભેટ ભાભી તણી કાલ લાવું. ૧૩૦ મં-કંથેરના ઝાડે કેળાં નવ ઉતરે, એહ શિરકટે નહિ ઇક્ષુ સાંઠો; બરાસ બહેકે કરી લસણ બોઇયે બોહો, ગંધ તજે નહિ એ જ ગંઠો; અન્યશ્વને બાંધિયે અશ્વમાંહે જઇ, ભૂંકતાં કાઢશે કોપ કંઠો; કહેત મંદોદરી સરવ સરીખડા, કડવી તુંબડીનો વેલો વંઠ્યો. ૧૩૧ રા-શ્યામા તમો શું બિહો કોપ કારણ કિયો, બીકનો એ તોલ તે શું; નામનો નાશ એ નોત્ય સર્વે કહે, જગત બાંધો જીવા જ્યોત જેશું; આવવા એ ઇહાં તું અજોદ્ધાપતિ, જોત જગદીશને જબાપ દેશું; રામની આણ જો રામથિ રીજિયે, લંક સાટે ઘણો લાભ લેશું. ૧૩૨ મં-નાર કહે નરપતિ ચળ કરે છત્રપતિ, કથન કહું કોડથી કંથ કાજા; ભય ઘણો ભીતમાં ચેત તું ચિત્તમાં, મેટશે માન મરજાદ માઝા; અપશુકન થાયે અતિ ગ્રહની અવળિ ગતિ, જુલમ તું શા કરે જુગત ઝાઝા; સ્વાન રુવે ઘણાં સામટાં શેરિયે, મેદિયે બોલિયો રાતરાજા. ૧૩૩ રા-આજ એકાંત છે ભ્રાંત ભાગું ભલી, વાત વનિતા પ્રત્યે વેણ વામું; દશરથ તણા નંદને આદ્ય ઓળખું અમો, નેહશું દેહ નહિ શીશ નામું; નેટ નિ:શંકશું લંક લગિ આવશે, સૂર સજી સહુ સેન્ય સામું; આજ ઇચ્છું ઘણું કામ હું એટલું, વેરભાવેથી વૈકુંઠ પામું. ૧૩૪