આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

કવિ - કવિ કહે કર્મ લખ્યું તે થાશે, નિશ્ચે વાત ન થાયે નવી; વૈરભાવે અધિપત અવતરિયો, તો સીતા હરવા બુધ હવી; જદુપતિ સાથ જિતે નહિ કોઇ, જો પશ્ચિમમાં ઉગે રવી; જ્યાં ગત નહિ સુરજ ચંદ્રની, ત્યાંસુધી ગત કરતા કવી. ૧૭૫ મહેતો - મહેતો કહે મુરખ એ રાવણ, જક્ષણી કેરો એહ જણ્યો છે; હજી હાથ દીઠા નથી હરિના, કરુણાનિધિને કાન સુણ્યો છે; જ્યમ ખર દૂષણ ત્રિશિરા તાડ્યાં, તેય લેખામાં એહ ગણ્યો છે; નાઠે નહિ મૂકે નરપતને, એ કોની નિશાળે ભણ્યો છે. ૧૭૬ રુઇયો - રુઇયો કહે હવે રુડું જાણો, જઘડો કરતાં જશ જોડાશે; અહંકારી અહંકાર ન છોડે, અભિમાન કેરાં માન મોડાશે; દેવ સહુની દાઝ઼ હોલાશે, તે તે નવગ્રહ બંધનથી છોડાશે; રૈયતને તો કોય ન મારે, જ્યાં ત્યાંથી કપાસ લોઢાશે. ૧૭૭ ભવાયો - ભવાઇઓ કહે ભૂંડું માનશો પણ, તોલ વાત કહીશું તાનો; સીતા આપીને પાગે લાગે, જો દશાનન હોયે દાનો; લુંટાશે સમરધ ને રિદ્ધિ બાધી, શું પાવૈને ચડશે પાનો; સાચું કહેતાં રીજો કે ખીજો, નાચવા બેઠા ત્યાં ઘુંઘટો શાનો. ૧૭૮ આંધળો - અંધો કહે આગળથી સૂઝ઼ે, કુડાં કેરી શી કારસી; રુઠ્યો રામ રઘુનંદન જેને, તેને વળતો કોણ વારસી; દેવ આગળ ડહાપણ તે કોનું, પંડિત આગળ શી પારસી; રુડી રીત રાવણને કહેવી, તે આંધળા આગળ છે આરસી. ૧૭૯ બહેરો - બધીર કહે મારી બુદ્ધ થોડી, તોય કહું એક રુડા કાજે; રંકનું કહ્યું રાજા નવ માંને, જેને છત્ર કનકનાં છાજે; અહંકાર મહા લાવ્યો અતિ બળ, લક્ષવસા તે આપતાં લાજે; એહ આગળ કહેશો તે મિથ્યા, જ્યમ બેરા આગળ શંખ જ વાજે. ૧૮૦ ખોડો - ખોડો કહે ખડતલ છે વાતો, એને આંગણે બોલ્યા કાગા; સ્વાન રોયાં શેરીમાં શતધા, હૃદે ધાયો તે વેળા વાગા; હીમત ખોઈ જોઇ હનુમંતને, લંકા સહિત મહેલ જવ લાગા; દૈવત એહમાં શું દેખો છો, ભૂપત કેરા છે પગ ભાંગા. ૧૮૧ કાણો - એક ચક્ષ તણો નર કહે છે, અધિપત છે હજુ આડામાં; ઐરાવત એણે નથી દીઠા, પ્રાક્રમ કીધું છે પાડામાં;