આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

છપ્પો. કારમો જે કુરંગ, અલોપ થયો તે અંગે; શ્રીલક્ષ્મણ શ્રીરામ, સ્થાનક આવ્યા બે સંગે; કળકળતા દીઠા કાગ, બગ શોભ્યા શ્યામ સાને; દુઃખ દાવાદલ દેહ, રમા નવ દીઠી રાને; આકુળ વ્યાકુળ અતિ ઘણું, પગલાં જોતા પંથે પળ્યા; ચિત ચેતન ચંચળ થયું, ધરણીપત્ય ધરણી ઢળ્યા. ૪૦ દોહરો. ડગમગ કરતા ડગ ભરે, રામ લક્ષમણ ભડ વીર; વિલાપ કરંતા વલવલે, ધારણ ન રહે ધીર. ૪૧ ચોખરો. -જોગથી કહે જતી માનિયે મહિપતિ, માન મેલ્યે કયમ કામ થાશે; પાતળમાં પરવરું સ્વર્ગમાં સાંચરું, શોધશું સર્વ વિશ્વ વાસે; મુરજાદમાં માનવી દેવ ને દાનવી, ત્રિલોકમાં તસ્કરો સર્વ ત્રાસે; દુષ્ટ પાપિષ્ટને દંડ બોહો દેઈશું, નાર હરી કુણ નર સુખિ થાશે. ૪૨ છપ્પો. કવિ-ધારી દઢ મન ધીર, થીર બેએ પથ લીધો; ઋષિમુખ પર્વત તરત, સુગ્રીવ સહોદર કીધો; વાળિ હણ્યો તત્કાળ, નાર સોંપી નર નેટે; ચતુર નર ચાતુર માસ, ઠરી રહ્યા ત્યાં ઠેઠે; શોધ કરવા સીતાતણી, સુગ્રીવ સુભટ તે સજ થયો; હનુમંત આદિ નળ નીલને, કથન ક્રિયાએ કરિ રહ્યો. ૪૩ દોહરો. સુગ્રીવ-પંચાસ ક્રોડ પૃથ્વીતણી, ખોળો પૃથ્વી પીઠ; રવિ ઉગ્યો ઢાંક્યો ન રહે, દેવ આપણી એ દીઠ. ૪૪ ચોખરો કવિ-ઉત્તર દશા શત એક પ્રાક્રમી પરઠિયા, પશ્ચિમે પાંચ શત ભ્રાત ભાવા; દશ દશા દેશ વિદેશ બહુ વ્યાપરી, દક્ષણ દશાએ ઘણા દીધ દાવા; સૂઝતા બૂઝતા પૂછતા પરવરે, મંત્ર મુખ રામના કોડ કહાવ્યા; કામ કરું હોડશું કઠીણ બહુ કોડશું, લંક બળવંત હનુમંત આવ્યા. ૪૫