ફૂલડે ગરકાવ ફૂલ્યા ફૂલડે ગરકાવ

ફૂલડે ગરકાવ ફૂલ્યા ફૂલડે ગરકાવ
પ્રેમાનંદ સ્વામી

પદ ૧૧૧૪ મું

ફૂલડે ગરકાવ ફૂલ્યા ફૂલડે ગરકાવ ફૂલ્યા, આવો ડોલરિયા;
અત્તરની ફોરમાં પ્યારા અત્તરની ફોરમાં રે, ભીના રંગ ભરિયા... ૧

હાર હજારી ઉર હાર હજારી રે, ગુચ્છ બેઉ કાનમાં;
બાજૂ કાજુ છે બાંયે બાજૂ કાજુ છે રે, નીરખું નિત્ય ધ્યાનમાં... ૨

ગજરા ગુલાબી કરમાં ગજરા ગુલાબી રે, ખૂંત્યા મારા ચિત્તમાં;
જીવન જાણો છો બહુ જીવન જાણો છો રે, પાતળિયા પ્રીતમાં... ૩

મોહી છું માણીગર હું તો મોહી છું માણીગર, મુખને મરકલડે;
ગમિયા છો ગિરિધર ગમિયા છો ગિરિધર, પ્રેમાનંદને દલડે... ૪

અન્ય સંસ્કરણ ફેરફાર કરો