← હાનિકારક હાંશી બીરબલ અને બાદશાહ
બે ઘડીની મોજ
પી. પી. કુન્તનપુરી
એક અકલવાન હજારને હરાવે →


વારતા ઓગણચાલીસમી
-૦:૦-
બે ઘડીની મોજ
-૦:૦-

એક વખત શાહે મનને આનંદ આપવા માટે સભાની સમક્ષ બીરબલને પુછ્યું કે, 'આ વખતે અત્રે બેઠેલા અમીર ઉમરાવો પોતાના મનમાં શું વિચાર કરતા હશે !' બીરબલે કહ્યું કે, 'હજુર ! હમણાં સઘળા ઉમરાવોના મનમાં એવો વીચાર ઘોરાઇ રહ્યો છે કે, આપના દુશ્મનનો નાશ થ‌ઇ, સદા રાજસુખ ભોગવી અચળ કીરતી સંપાદન કરો.' શાહના જવાબમાં સર્વ દરબારીઓએ બીરબલના વચનોને ટેકો આપી ખુશ થયા. આ જોઇ શાહે બીરબલને પુછ્યું કે, 'એતો બધુંએ ઠીક ? પણ મારા મનમાં કેવો વિચાર થઈ રહ્યો છે તે તો જરા જણાવો !' બીરબલે કહ્યું કે, 'આપણા પુર્વજો સદ્‌ગતીને પામે. પણ તમે તો પુર્વજોને નરકે નાખવા ચાહો છો, અને અપકીરતી થવાથી ખુશી છો ? એવો આપનો વીચાર છે કે નહીં, તે જણાવો ?' આવી બીરબલની અજાયબ પમાડે એવી યુક્તી જાણી શાહ આનંદમયી બની બીરબલના વાક્યો કબુલ કર્યા.

-૦-