બોધકથા:અકબર અને ગાય
[[સર્જક:|]]



બોધકથા:અકબર અને ગાય

એક સમયની વાત છે. અકબર બાદશાહ શિકાર કરીને પાછા ફરતાં હતાં. ગોરજનો સમય હતો. ગાયો ચરીને પાછી આવી રહી હતી. અકબર બાદશાહ એક ગાયના ટોળામાં ઘેરાઈ ગયા. કેટલી ગાયો નાઠી અને કેટલીક મોઢામાં ઘાસના તણખલા સાથે અકબર બાદશાહ સામું જોતી ઊભી રહી. આ જોઈને અકબરે બિરબલને પૂછ્યું : “આ ગાયો મારી સામું કેમ જુએ છે?” બિરબલ ઘણો ચતુરા હતો સમય, વાણી અને સંજોગનો ઉપયોગ સત્કાર્યમાં કેવી રીતે વાપરવો તે તે જાણતો હતો. બિરબલે ઉત્તર આપ્યો : “નામદાર ! આ ગાયો મોઢામાં ઘાસના તણખલાં લઈ ને આપ નામદારને અરજ ગુજારે છે કે અમારાં ઘાસા ચરવાના જંગલો ઉપર આપે કર નાખીને અમને બેહાલ સ્થિતિમાં મૂકી છે. વળી તમારા મુસ્લિમ અમલમાં કસાઈઓ નિર્ભય થઈ અમારાં ગળાં કાપે છે, તેનું કારણ શું ? અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી. અમે ઘાસ ખાઈ નિર્વાહ કરીએ છીએ. અમારાંમાં હિન્દુ – મુસ્લિમનો ભેદ નથી. હિંદુઓને મીઠું દૂધ કે મુસ્લિમોને ખારું દૂધ આપીએ એવો કોઈ પક્ષપાત અમે કરતાં નથી. બેઉને સરખું અમૃત જેવું દૂધ આપીએ છીએ. મર્યા પછી પણ અમારું ચામડું પણ સર્વના પગમાં સરખી કુમાશ આપે છે. અમે કાન રૂપી હાથ જોડી, મોઢામાં તણખલું લઈ, અરજ કરીએ છીએ કે, કયા અપરાધથી ઈદના તહેવારોમાં અમારી કતલ કરો છો ?’ આ વાક્યો સાંભળી બાદશાહે અમાત્યોને હુકમ કર્યો કે, “મારા રાજયમાં ગાયોના કતલખાનામ ન જોઈએ એવો કાયદો કરો, તહેવારોના દિવસે જે ગાયોને મારશે તેને સખતા દંડ કરવામાં આવશે.’