મુખપૃષ્ઠ
વિકિસ્રોતમાં આપનું સ્વાગત છેએક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે |
વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૪૦,૪૫૭ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ. |
શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર | સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર |
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો |
૦-૯ | અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | એ | ઐ | ઓ | ઔ | અં | ક | ખ | ગ | ઘ | ઙ | ચ | છ | જ | ઝ | ઞ | ટ | ઠ | ડ | ઢ | ણ |
શ્રેણી | ત | થ | દ | ધ | ન | પ | ફ | બ | ભ | મ | ય | ર | લ | વ | શ | ષ | સ | હ | ક્ષ | ત્ર | જ્ઞ | ઋ | ૠ | ૐ | શ્ર | અઃ |
રૂપક કૃતિપ્રતિમાઓએ ઝવેરચંદ મેઘાણીએ ૧૯૩૪માં લખેલું એક વાર્તા સંગ્રહ છે.
શ્રી નાથાલાલ દોશીની કાંઈક લખવાની પ્રેરણાને પ્રરણાને માન આપીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ તે સમયના જાણીતા અંગ્રેજી ચિત્રપટનો આધાર લઈને આ ટૂંકી વાર્તાઓ રચી છે. 'સિન ઑફ મૅડલીન ક્લૉડૅટ', 'બૅકસ્ટ્રીટ', 'ધ મૅન આઈ કિલ્ડ', 'મૅડમ બટરફ્લાય', 'ધ સીડ', '20,000 યર્સ ઈન સિંગ સિંગ', 'ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ', 'સિટીલાઈટ્સ’, 'ધ ક્રાઉડ' જેવા ચિત્રપટો ને આધારે આ કથાઓ રચાઈ છે. 'સાત જન્મો સુધી.' સ્ત્રી-હૃદયનો આ સનાતન પ્રશ્નઃ અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજરજવાબઃ ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબનઃ એવી ઇંદ્રજાળ વડે જગતભરની જુવાની પોતાના સંસારનું મંગલાચરણ કરે છે. અને પછી ?... પછી જોતજોતામાં તો આલિંગનની જગ્યાએ અસ્થિપિંજરો ઊભાં થાય છે અને ચુંબનોએ મઢેલા એ ગાલોમાં ઊંડી ખાઈઓ ખોદાય છે. 'તું મને નિરંતર ચાહીશ ?' – 'સાત સાત જન્મો સુધી.' એ જ કોલ વડે એક દિવસ બે જુવાનિયાંનાં જીવતર જોડાયાં. દેશાવરથી ભણવા આવેલો એક જુવાન એક મુગ્ધ કન્યાને એના બાપના ઘરની પાછલી બારીએથી કુદાવીને એ ગંજાવર શહેરના છેટા લત્તામાં લઈ ગયો. પોતે ચિત્રકાર હતો, એટલે પેટગુજારાને માટે સ્ટુડીઓ ઉઘાડ્યો. પતિનું દોરેલ એક ચિત્ર ગોઠવીને એ ચિત્રકાર-પત્ની બેઠી હતી. કલાના ખેરખ્વાહ કૈંક ધનપતિઓ આ શહેરમાં વસે છે અને અનેક ચિત્રના હજારો રૂપિયા ચૂકવી જાય છે એવું એ સ્ત્રીએ સાંભળ્યું હતું. એવા એકાદનું આગમન રટ્યા કરતાં આ બન્ને જણાં લગભગ અરધાં ભૂખ્યાં ઊંઘી જતાં. લાંબી નિદ્રા ભૂખ્યાં જઠરની આગ ઉપર રાખના ભારણ સમી ઉપકારક નીવડતી. |
સહકાર્યઅમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ. હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે ગિજુભાઈ બધેકાની રચના માબાપોને પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે. |
મુખ્ય શ્રેણીઓ |
શ્રાવ્ય પુસ્તકઆજકાલના ધમાલ ભર્યા વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં પુસ્તક વાંચવાનો સમય કાઢવો એક પડકાર જ છે. આથી જન સમુદાય તેમને મળતા ટૂંકા વિરામો જેમકે પ્રવાસ આદિના સમયમાં તથા પ્રજ્ઞાચક્ષુ મિત્રો પણ સાહિત્યને માણી શકે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો (Gujarati Audio Book) વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિયોજના અંતર્ગત નીચે જણાવેલ પુસ્તકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ છે:
|
વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓવિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :
|