વાત બહાર જાય નહીં
વાત બહાર જાય નહીં લોકગીત |
વાત બહાર જાય નહીં
વાત બહાર જાય નહીં (૨)
આતો તમે રહ્યા ઘરના બીજા, કોઇઅને કહેવાય નહીં
નામ હોય સુનયના, આંખ એની બાડી,
ડાહ્યાભાઇઅનો દીકરો, વાત કરે ગાંડી.
કાણાને કાણો કહી, કદી બોલાવાય નહિં… આતો તમે રહ્યા ઘરના
જૂઠી આ દુનિયાની વાત બધી જૂઠી,
વાત કરે લાખોની, ખાલી હોય મૂઠી.
જૂઠાને જૂઠો કહી, કદી વગોવાય નહિ… આતો તમે રહ્યા ઘરના
નીવડે કપૂત તોય શેઠિયાનો સુત શાણો,
ઉપરથી ફૂલ જેવો અંદરથી મોટો પાણો
સમજુઓં સમજાય છતાં બોલ્યું બોલાય નહિ … આતો તમે રહ્યા ઘરના
વિશેષ માહિતી
ફેરફાર કરોઆ રચના ગુજરાતી ચિત્રપટ રમતા રામ માં વપરાયું છે.