કંકાવટી/મંડળ ૨/૨૫. ધર્મરાજાનું વ્રત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
૧૭૧ સુધી પૂર્ણ
લીટી ૧૪:
'''એ'''ક રાજાની કુંવરી હતાં.
 
::એનાં મરતક આવ્યાં.
 
::મરીને એ તો ધરમ રાજાના દરબારમાં ગયાં.
 
::ધરમરાજા ! ધરમરાજા ! લેખાં લ્યો.
 
::લેખાં લેવાય નહિ, કે' છે.
 
::અરે મહારાજ ! વ્રત કર્યાં વરતુલા કર્યાં,
 
::ધરમ કર્યું, નીમ કર્યું;
 
::માટે લેખાં લ્યો ને લ્યો.
 
::સંધાં વ્રત કર્યાં; પણ મારું વ્રત ન કર્યું,
 
::માટે લેખાં નહિ લેવાય.
 
::છ મહિનાની આવરદા દ્યો, તો તમારું વ્રત કરવા જાઉં.
 
::છ મહિનાની આવરદા દ‌ઉં ને તમે પાછાં ન આવો તો ?
 
::કે', મહારાજ, હું પછી આવીશ ને આવીશ.
 
::બાઈના હાથમાં તો ધરારાજાએ લીલાપીળા લેખ લખી દીધા.
 
::કે', મહારાજ, છ મહિનાનું વ્રત કરીને તમારા વ્રતનું ઊજવણું શું ?
 
::સોનાનો કુંભ, સોનાની દીવી, સોનાનો સૂંડલો, સોનાનું કોડિયું, સવા માણું સાચાં મોતી, સાચી ખાલ, સરગ-નીસરણી ને સાખીઓ: એટલાં વાનાં.
 
હું તો, મહારાજ, કરીશ. હું તો રાજાની કુંવરી છું,પણ ગરીબ સરીબ શી રીતે કરશે ?
 
ગરીબ સરીબને માટીનો કુંભ, લાકડાની દીવી, વાંસનો સૂંડલો, ત્રાંબાનું કોડિયું, સવા માણું જાર, સાચી ખોટી ખાલ : એટલાં વાનાં.
 
કે' જાવ જાવ, બાઈનું ખોળિયું બાળી દેશે. મરતલોકમાં મેલી આવો.
 
મરતલોકમાં બાનું મડદું પડ્યું છે. બાનો ભાઈ એને બાળવાની તૈયારી કરી રહ્યો છે. ત્યાં તો બાનો જમણા પગનો અંગૂઠો હલ્યો છે.
 
બાનો ભાઈ કહે છે, હમણાં ખમો. બાને જીવ આવ્યો, બાને જીવ આવ્યો.
 
ત્યાં તો બા આળસ મરડી બેઠાં થયાં છે.
 
બા બા, તમને બહુ નીંદર આવી ગઈ ? આવડું તો શાનું ઘારણ વળી ગયું ?
 
બા કહે, ના રે ભાઈ, મને નીમ્દર નહોતી આવી ગઈ, ઘારણેય નહોતું વળ્ ગયું. હું તો છ મહિનાનું ધરમરાજાનું વ્રત કરવા આવી છું.
 
બાએ તો હાથમાં લીલાપીળા લેખ બતાવ્યા. ભાઈએ તો સાચું માન્યું.
 
સવારમાં નાહી ધોઈ, હાથમાં ચોખા લઈ, બા તો ભાઈ પાસે ગયાં.
 
ભાઈ ભાઈ, મારી વાર્તા સાંભળો.
 
ભાઈ કે' બા હું વાર્તા સાંભળવા નવરો નથી. મારે ડેલીએ જાવું, દરબાર જાવું.
 
બેનને તો તે દી અપવાસ પડ્યો છે.
 
બીજે દી નાહીધોઈ, હાથમાં ચોખા લઈ, બા તો ભાભી પાસે ગયાં છે.
 
ભાભી ! ભાભી ! મારી વાર્તા સાંભળો !
 
ભાભી કે' તું તો કાલાંકુલબાં કરતી રહી. મારે નવરાઈ નથી. મારે નાનાં છોકરાં હગાવવાં-મુતરાવવાં, મારે ખાવા દેવું, પીવા દેવું. મારે નવરાઈ નથી.
 
બેનને તો બે અપવાસ પડ્યા છે.
 
નાહીધોઈ, ચોખા લઈ, ત્રીજે દી બા તો પડોશણ પાસે ગયાં છે.
 
પડોશણ, પડોશણ, વાર્તા સાંભળ.
 
પડોશન કે' મારે શેઢે જાવું. સીમાડે જાવું, ખેતર જાવું, પાદર જાવું : હું નવરી નથી.
 
બાને તો ત્રણ અપવાસ પડ્યા છે.
 
ભાઈને તો ડેલીએ ખબર પડ્યા કે, બાને તો ત્રણ ત્રણ અપવાસ પડ્યા છે. કોઈ વાર્તા નથી સાંભળતું.
 
પછી ભાઈએ બૂંગિયો ઢોલ વગડાવ્યો છે કે કોઈ ભૂખ્યું ? કોઈ ભૂખ્યું ?
 
શંકરને દેરે એક ડોશી પૂજા કરતી'તી, એ કહે કે ભાઈ, હું ભૂખી છું.
 
ભૂખ્યાં હો તો છ મહિના આની વાર્તા સાંભળો. હું પાંચ રૂપિયાનો દરમાયો દઈશ.
 
બા વાર્તા કહે છે. ડોશી વાર્તા સાંભળે છે. છ મહિના પૂરા થયા છે. બાએ તો વ્રતનું ઉજવણું કર્યું છે.
 
બાને તો વેમાન તેડવા આવ્યાં છે.
 
બા કે' હું તો આવું. પણ મારી સાંભળનારીયે આવે.
 
વેમાન તો પાછાં ગયાં છે. જઈને ધરમરાજાને કે' છે કે બા તો વાર્તા સાંભળનારીનેય સાથે આણવાનું કહે છે.
 
::સોનાનો કુંભ, સોનાની દીવી, સોનાનો સૂંડલો, સોનાનું કોડિયું, સવા માણું સાચાં મોતી, સાચી ખાલ, સરગ-નીસરણી ને સાખીઓ: એટલાં વાનાં.
(અપૂર્ણ)