કંકાવટી/મંડળ ૨/૨૫. ધર્મરાજાનું વ્રત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
૧૭૪ બાકી
પૂર્ણ
લીટી ૧૪૯:
 
આઘેરાંક જાય ત્યાં કૂતરાંનાં વન આવ્યાં છે.
 
(અપૂર્ણ)
અરેરે ! મારી રાજા દેઈ છે. કૂતરાં તો ફાડી જ ખાશે. આમાં કેમ હલાશે ?
 
જમ કે' છે, બા, જો ખીહરને દી કૂતરાને રોટલા નાખ્યા હોય તો પોકારો.
 
બા કે' મેં ખીહરને દી ઘણાય રોટલા નાખ્યા છે.
 
ત્યાં તો રોટલા આવ્યા છે. કૂતરાં ખાતાં રહ્યાં છે, ને બા હાલી નીકળ્યાં છે.
 
આઘેરાંક જાય ત્યાં તો કાગડાં-ગરજાનું વન આવ્યું છે.
 
અરેરે ! આમાં મારી શી ગતિ થાશે ? મારી રાજાદેઈ છે.
 
જમ કે' છે, જો બા, સોળ સરાદ નાખ્યાં હોય તો પોકારો.
 
બા કે' મેં તો બહુ જ સોળ સરાદ નાખ્યાં છે.
 
ત્યાં તો ખીર ને રોટલી પડી છે. કાગડાં ગરજાં ખાતા રહ્યાં છે, ને બા હાલી નીકળ્યાં છે.
 
બા ધરમરાજા પાસે પહોંચ્યા છે. ધરમરાજા ! લેખાં લ્યો. લેખા લ્યો.
 
ધરમરાજાએ તો લેખાં લીધાં છે. સાત ભંડારોની કૂંચી સોંપી છે. કહ્યું છે કે છ ભંડાર ઉઘાડજો. સાતમો ઉઘાડશો મા.
 
બા તો પહેલો ભંડાર ઉઘાડે છે ત્યાં મગ ને ચોખા જોયા છે.
 
બીજો ભંડાર ઉઘાડે ત્યાં ઘ‌ઉં ને જવ ભર્યા છે.
 
ત્રીજો ભંડાર ઉઘાડે ત્યાં નકરાં વાસણ ભર્યાં છે.
 
ચોથો ભંડાર ઉઘાડે ત્યાં વસ્તર ભર્યાં છે. પાંચમો ભંડાર ઉઘાડે ત્યાં સાચાં મોતી ભર્યાં છે.
 
છઠ્ઠો ભંડાર ઉઘાડે ત્યાં સોનામોરું ભરિયું છે.
 
બા કહે છે, ઓહો ! ધનદોલતનો પાર નથી. ખાશું, પીશું ને આનંદ કરશું. ધનદોલત વાવરશું. પણ આ સાતમા ભંડારમાં શું હશે ?
 
ધરમરાજાએ ના પાડી'તી તો ય બાએ તો સાતમો ભંડાર ઉઘાડ્યો છે. ઉઘાડીને જુઓ ત્યાં તો કુંભી-કંડ છે, ને કુંભી-કંડમાં ભાઈ-ભોજાઈ ડબકાં ખાય છે.
 
ઓહો ! મારાં ભાઈ-ભોજાઈએ શાં પાપ કર્યાં હશે /
 
બા તો ધરમરાજા પાસે જાય છે. કહે છે કે મારાં ભાઈ-ભોજાઈને લોહીપરુના કંડમાંથી કાઢો. એણે શાં પાપ કર્યાં હશે તે કંડમાં પડ્યાં.
 
ધરમરાજા કે' છે, ઈ તો નીસરે નહિ.
 
ના મહારાજ ! કાઢો તો જ હા નીકર ના !
 
ધરમરાજા કે' છે, એણે તમારી વાર્તા સાંભળવાની ના પાડી છે.
 
પછી બાએ સોનાની ઝારી લઈ જળનું ટીપું મેલ્યું છે. ભાઈ-ભોજાઈ તો બહાર નીકળ્યાં છે. એ તો બાને પગે લાગે છે. કહે છે કે બા, તું તો સકળની ! તેં તાર્યા અમને.
 
હે માબાપ ! એને તાર્યા એમ સહુને તારજે !
 
 
 
{{reflist}}