આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ઘેર આવીને છૂટા હોય તેટલી ઘડી આંટા મારતા હોય, અને એ દરેક આંટાની સાથે તેમના મગજમાં લડતના ભાવી સ્વરૂપની રૂપરેખા ચીતરાતી હોય. હવે તેમણે એક અટપટા સવાલનો સીધો ફડચો કરી નાંખવાનું મહત્ત્વનું પગલું લીધું.

ઇનામી જમીન, લાંબા પટાની અને બિનખેતીની તથા કિરાયાની જે જમીનનું મહેસૂલ વધ્યું નથી તે જમીનનો સવાલ જરા અટપટો હતો. એ મહેસૂલ ન ભરવાનું કશું કારણ નહોતું, છતાં શ્રી. વલ્લભભાઈ ને એ વિષે સ્પષ્ટ સલાહ આપવી મુશ્કેલ લાગ્યા કરતી હતી; કારણ લડતના આરંભમાં કદાચ એ સલાહનો અનર્થ થાય, દુરુપયોગ પણ કદાચ કરવામાં આવે, અને તેમ થતાં લડત નબળી પડે એવો ભય રહેતો. હવે એ ભય રહ્યો નહોતો, હવે તો ઊલટો ભય એ રહ્યો હતો ખરો કે આ જમીનનું મહેસૂલ ભરી દેવાની સલાહ છતાં લોકો હઠ પકડી કશું ન ભરવાની વાત કરે. પણ સરદારે એક પત્રિકા કાઢીને આવી જમીનનું મહેસૂલ એ જ જમીનને ખાતે જમા લેવામાં આવે અને એની રસીદ મળે એવી શરતે ભરી દેવાના હુકમ કાઢ્યા. તાલુકાના ૬ લાખના મહેસૂલમાંથી માત્ર રૂા. ૮,૭૫૬–૧૨–૦ નું મહેસૂલ આ ઇનામી વગેરે જમીનને અંગેનું હતું.

લોકોના બળની અને એ બળ વિષે સરદારની શ્રદ્ધાની બીજી વધારે ખાતરી કઈ હોઈ શકે ? સરદારે લોકોને પોતાની યુદ્ધનીતિનાં રહસ્ય સમજાવવા માંડ્યાં. ધારાસભાના સભ્યો આવે, તેમની વાતોથી કાંઈ ભળતી જ અસર થાય, લોકોમાં બુદ્ધિભેદ ઊપજે, એ વિચારથી જ સરદારે અકોટીની એક પ્રસિદ્ધ સભામાં પોતાની યુદ્ધનીતિ વિષે લંબાણથી વિવેચન કર્યું — પ્રજાને માટે અને સરકારને માટે. સરકાર પહેલાં તો આ લડતને ભારે મહત્ત્વ આપતી નહોતી એટલે તલાટીઓ જ સરકારના રિપોર્ટર હતા, મહિના સુધીમાં ધારેલું ફળ ન આવ્યું ત્યારે સરકારને થયું કે હવે તે લઘુઅક્ષરી રિપોર્ટરો મોકલવા જોઈએ. આ રિપોર્ટરના અક્ષરેઅક્ષર રિપોર્ટો સરકાર પાસે જવા લાગ્યા

તેથી તો કદાચ સરકાર ચેતવાને બદલે વધારે ચીડાઈ હશે — જોકે

૧૦૨