સર્જક:કલાપી
જન્મ |
૨૬ જાન્યુઆરી 1874 લાઠી |
---|---|
મૃત્યુ | ૯ જૂન 1900 |
ઉપનામ | Kalapi |
વ્યવસાય | કવિ |
ભાષા | ગુજરાતી ભાષા |
નોંધનીય કાર્ય | કલાપીનો કેકારવ, કાશ્મીરનો પ્રવાસ |
કલાપી એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) સૌરાષ્ટ્રના લાઠીમાં જન્મ્યા હતા. તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં ૨૬મી જાન્યુઆરી ૧૮૭૪ના થયો હતો. તેમનો રાજ્યાભિષેક ૨૧ વર્ષની વયે ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫) લાઠી દરબાર તરીકે થયો. કલાપી તેમનું ઉપનામ હતું. તેમણે અનેક કવિતાઓ રચીને ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. તેમણે પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૯મી જૂન ૧૯૦૦ના દિવસે ૨૬ વર્ષની યુવાન વયે તેમનું નિધન થયું હતું.
અહીં ઉપસ્થિત રચનાઓ
ફેરફાર કરો- કલાપીનો કેકારવ - કાવ્ય સંગ્રહ
- કાશ્મીરનો પ્રવાસ - પ્રવાસ વર્ણન