સર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ
રમણભાઈ મહિપતરામ નીલકંઠ (૧૮૬૮–૧૯૨૮) ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક હતાં. તેઓ એક સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે પણ રહી ચુક્યા હતાં. તેમના પિતા મહિપતરામ રૂપરામ નીલકંઠ પણ લેખક અને સમાજસેવક હતા. તેમણે ગુજરાતી સાહિત્યને ભદ્રંભદ્ર અને રાઈનો પર્વત જેવી નિવડેલી કૃતિઓ રચી છે. તેમનો સમગ્ર પરિવાર એક સારસ્વત પરિવાર હતો, પિતા, પત્ની લેડી વિદ્યાગૌરી નીલકંઠ, પુત્રી વિનોદીની નીલકંઠ, સહુએ સાહિત્યની સેવા કરી છે. રમણભાઈએ રચેલી કૃતિ ભદ્રંભદ્ર ગુજરાતી સાહિત્યની ઉત્કૃષ્ટ હાસ્ય નવલકથા ગણવામાં આવે છે. તેઓ ૧૯૨૩માં સ્થપાયેલી અમદાવાદ રેડક્રોસ સોસાયટીના પ્રથમ માનદ્ મંત્રી પણ હતા.
કૃતિઓ
ફેરફાર કરો- ભદ્રંભદ્ર
- રાઈનો પર્વત
- કવિતા અને સાહિત્ય