ૐ નમો પરિબ્રહ્મ રાય
પ્રેમાનંદ સ્વામી


પદ ૭૬૯ મું - ગરબી

ૐ નમો પરિબ્રહ્મ રાય રે કરી વિનય ને લાગું પાય રે. ૧
શ્રી પુરુષોત્તમ બહુનામી રે, સચરાચર અંતરજામી રે. ૨
સુર મુનિના ધ્યાનમાં નાવે રે, શેષ શારદ નિગમ નેતિ ગાવે રે. ૩
મહા તેજોમય મૂર્તિ વિરાજે રે, કોટિ રવિ ચંદ્ર જોઈ લાજે રે. ૪
નવ રસમય મૂર્તિ સોહે રે, કોટિ કન્દર્પના મન મોહે રે. ૫
એવા હરિકૃષ્ણ ઘનશ્યામ રે, પ્રભુ પ્રગટ્યા તે પૂરણકામ રે. ૬
થયા મનુષ્ય જેવા મોરારી રે, જેણે ઓળખ્યા તે ધન્ય નર ને નારી રે. ૭
એવા અક્ષરધામના ધામી રે, મળ્યા પ્રેમાનંદના સ્વામી રે... ૮

અન્ય સંસ્કરણ ફેરફાર કરો

ૐ નમો પરિબ્રહ્મ રાય રે
કરી વિનય ને લાગું પાય રે;
શ્રી પુરુષોત્તમ બહુનામી રે,
સચરાચર અંતરજામી રે... ટેક
સુર મુનિના ધ્યાનમાં નાવે રે,
શેષ શારદ નિગમ નેતિ ગાવે રે;
મહા તેજોમય મૂર્તિ વિરાજે રે,
કોટિ રવિ ચંદ્ર જોઈ લાજે રે... ૧
નવ રસમય મૂર્તિ સોહે રે,
કોટિ કન્દર્પના મન મોહે રે;
એવા હરિકૃષ્ણ ઘનશ્યામ રે,
પ્રભુ પ્રગટ્યા તે પૂરણકામ રે... ૨
થયા મનુષ્ય જેવા મોરારી રે,
જેણે ઓળખ્યા તે ધન્ય નર ને નારી રે
એવા અક્ષરધામના ધામી રે,
મળ્યા પ્રેમાનંદના સ્વામી રે... ૩