આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૩૬

અવધ હવે ઓછી રહી છે. છ મહિના પૂરા થયે તો જાહલ જીભ કરડીને મરશે, પાપીને હાથ નહિ પડે.

વીરો નવઘણ બહેનની વારે ચડ્યો. મેાદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી.

[ ૧ ]

*[૧] નવલાખ ધોડે ચડયો નવઘણ સુમરા-ધર સલ્લડે,
સર સાત ખળભળ, શેષ સળવળ, ચાર ચકધર ચળવળે,
અણરૂપ આયો શંધ ઉપર અળાં રજ અંબર અડી,

નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!

સુમરાની ધરતીને રોળવા સારુ નવઘણ નવ લાખ ઘેાડે ચડ્યો. ભાર થકી સાત સાગરો ખળભળ્યા, શેષનાગ સળવળ્યો અને ચાર ખંડો ડગમગ્યા. આવે રૂપે જ્યારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી. હે વાળુ વિનાનાં (ભૂખ્યાં) મનુષ્યોને વાળુ (રાતનું ભોજન) પૂરનારી દેવી વરૂવડી, હે નરા શાખના ચારણની દીકરી (નરહી), તારે પ્રતાપે આમ થયું.

ભેળા ભલભલા વીરભદ્રો છે. નવઘણનો સાળો અયપ પરમાર છે : કાળઝાળ ફરશી ભાટ છે : ગીરના શાદૂળા આહીરો છે : ચૂડાસમા જદુવંશી રજપૂતો છેઃ રા'ની ધર્મબહેનનાં શિયળ રક્ષવા સારુ આખી સેરઠ ઊમટી છે. નવજવાન નવઘણ પોતાના ઝપડા ઘોડા ઉપર બેઠેલ છે. અને –


  1. *આ છંદ સારસી નામનો છે. વરુવડી નામની ચારણદેવી કે જેણે
    નવઘણને સિંધ પર ચડાઈ લઈ જવામાં સહાય કરી હોવાનું કહેવાય છે
    તેની સ્તુતિનું આ વીરકાવ્ય છે, અને એમાં નવઘણ વરૂવડીના મેળાપને
    ઇતિહાસ સંકળાયો છે. આ કાવ્યની એક પછી એક કડી ટંકાતી આવશે.
    'નવ લાખ ઘેાડા'ના સૈન્યની વાત અત્યુક્તિભરી લાગે છે.