અખાના છપ્પા/તીર્થ અંગ
← ક્ષમા અંગ | અખાના છપ્પા તીર્થ અંગ અખો |
સ્વાતીત અંગ → |
તીર્થ અંગ
તીર્થા કોટિ હરિજન ચરણ, કૃપા હશે તે જાશે શરણ;
બારે કાળે હરિજન હૃદે, હરિ બોલાવે તે જના વદે;
મહા મોટા જનનો પ્રતાપ, અખા થાય હરિ આપેઆપ. ૮૧
જો મુક્તિ વાઁચે માનવી, તો એ કાશી એ જાહ્નવી;
પ્રગટૅ મુક્તિઓ આપે હરિદાસ, હરિ દેખાડે સર્વાવાસ;
અખા નહીં ઉધારે પડી, હરિજન મુક્તિ આપે રોકડી. ૮૨
રામ રડવડતાં હુકે મળ્યો, ઘેલો તે ઘર સુખથી ટળ્યો;
હું મારું ખોયાશું કામ, મળે અખા ઘર બેઠા રામ;
હરિવન જાણે ક્સેપણ કાળ, ધોયે હીર ના થાયે વાળ. ૮૩
ચલા નિંદા જો નહીં વિસરે, ખડિયો કાંધે શું નિસરે;
મન જાણે હું પાવન થયો, પણ રેખ દોસ પેલો નવ ગયો;
અખા પડી એ સઘળી વેઠ, જો નહીં લાધી હરિની પેઠ. ૮૪
હેતેશું હરિજનને મળે, મૂકી માના માર્ગમાં ભળે;
હરિની તું પ્રીચી લે પેર્ય, પચી ફર્ય કે બેશી રહે ઘેર્ય;
અખા આ તંન જોને હાડ, દહી મથી ઘી અળગું કાઢ્ય. ૮૫
એમ સમજે તે પામે પાર, હરિથી બીજો તે સંસાર;
તપ ત્યાગે કરી તેરથ ફેર, વને તપે બેસી રહેજે ઘેર;
કાળા ધોળા સઘળા કેશ, અખા હરિ જાણીને બેશ. ૮૬
લોભે લોક બડાઇતણો, ઊંદર કાજે ડુંગર ખણો;
આગલા એકા રીઝવવું મન, તેને કાજે બહૂ જતન;
અખા શું ચે કીધે થવા, વ્યસની ચાલ્યો ખાવા હવા. ૮૭
જે કરતવ મોટા આદરે, કરતાં દેખી સૌ કા કરે;
માયા મત નિરંતર સાવ, સૌ બેઠા પણ એક જા નાવ;
અખો તેહને મોટો વદે, જેને રામ રમે ચે હૃદે. ૮૮
ધન્ય તને કોય મોટો કુળે, કોય વિદ્યા કોય ખાંડા બલે;
એ મોટમ સઘળી જાય ટળી, આતસબાજી પલકે બળી;
અખા કારણ વિના વડપણ વડું, જેમ અલ્પા મૂલે તારે તુંબડું. ૮૯
કૃત્યે ના મળે વસ્તુ અમૂલ, મટે જાડ્ય તો ભાગે ભૂલ;
કોયા શૂર કોયા દાતા દયા, કોયા તપસી સતવાદી થયા;
સૌને જોડ્ય અધિક થઇ મળે, અખા વસ્તુથી સૌ કો ટળે. ૯૦
સાચી વાત ના માને રગે, સઔ લાગ્યા માયાની ઠગે;
પ્રત્યક્ષ દેવ પોતામાં વસે, મૂરખ સામો જાની ધસે;
જેમ ચે તેમ ના શકે ઓળખી, અખા શી પેરે થાશે સુખી. ૯૧
ચુસે અસ્થિ શ્વાન મહા દુઃખે, નિસરે રુધિર પોતાને મુખે;
રાતો રંગ દેખી મલકાય, પણ કારણા પડ્યું પોતામાંય;
સઘળે રચાણુઁ તારું મન, અખા ગમે તેમ કરે જતન. ૯૨
શબ્દતણી માંડી ચે જાળ, ચાળા કરે છે માયા કાળ;
ચણ મૂકે માહીં ફળકામના, મોહ્યા પશુ પડે દામ ચામના;
ત્રણ ભુવનમાં એકા પારધી, અખા કોક ઊગરે સારધી. ૯૩
જ્યારે ઊપની મન કામના, ત્યારે ફેર પડ્યા ગામના;
સેજે નર થાયે નિસકામ, તો નથી લેવા જાવો રામ;
જેમ સૂર ઉગેથી વાદળ ટળ્યું, અખા ધામ દિસે નિર્મલું. ૯૪
અર્થા સમજે ચૂટે અનરથ, જ્યમા અળગો છોડી નાંખ્યો રથ;
કટકે નામ જુજવાં સહી, પન વેલ વચ્ચેથી દિસે નહીં;
અખા દેહા ગુણના વ્યાપાર, વાસ્તે તું રાખે નિર્ધાર. ૯૫
સ્વામીનું પદ સર્વતીત, જે કોય સમજે આતમ રીત;
ચુંબક દેખી લોહ ચેતન થાય, ચુંબક તેમનો તેમ છે પ્રાય;
હીણ ગુણ તેમ છે દેહ વ્યાપાર, અખા આત્મા આપ વિચાર ૯૬