અઘોર નગારાં તારાં વાગે
અઘોર નગારાં તારાં વાગે રામો બાવો |
સંત વેલનાથના ચેલા રામનું ભજન |
અઘોર નગારાં તારાં વાગે
અઘોર નગારાં તારાં વાગે
ગરનારી વેલા ! અઘોર નગારાં તારાં વાગે !
ભવે રે સરમાં દાતણ રોપ્યાં રે
ચોય દશ વડલો બિરાજે. -- ગરનારી૦
ગોમુખી ગંગા ભીમકંડ ભરિયા
પરચે પાણીડાં પોંચાડે. -- ગરનારી૦
ચોસઠ જોગણી બાવન વીર રે
હોકાર્યા મોઢાં આગા હાલે. -- ગરનારી૦
વેલનાથ ચરખે બોલ્યા રામૈયો ધાણી
ગરનારી ગરવે બિરાજે. -- ગરનારી૦