અમે ઈડરિયો ગઢ જીત્યા
અમે ઈડરિયો ગઢ જીત્યા અજ્ઞાત |
અમે ઈડરિયો ગઢ જીત્યા
આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં
આજ મારે માડીના જીગરભાઈ પરણ્યા રે આનંદભર્યાં..૦
આજ મારે પરણીને જીગરભાઈ પધાર્યા રે આનંદભર્યાં
આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યા રે આનંદભર્યાં..૧
આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદભર્યાં
આજ અમે લાખેણી લાડી લઈ આવ્યા રે આનંદભર્યાં..૨
આજ અમારે હૈયે હરખ ન માય આવ્યા રે આનંદભર્યાં
આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં..૩