આંખલડીની અણીયેં વેંધ્યા
આંખલડીની અણીયેં વેંધ્યા બ્રહ્માનંદ |
આંખલડીની અણીયેં વેંધ્યા
સાખી
આંખલડી શરદ સરોજ, રસીલા લાલની;
દેખી મનડું પામે મોહ, તિલક છબી ભાલની.
આંખલડીની અણીયેં,
વેંધ્યા આંખલડીની અણીયેં... ટેક
નટવર લાલ રંગીલાનાં નેણાં,
બાણ સરીખાં ગણીયેં... વેંધ્યા ૧
ભીતર ઘાવ લાગો અતિ ભારી,
રાત દિવસ કણકણીયેં... વેંધ્યા ૨
દરદીની વાતું તે દરદીડાં જાણે,
બેદરદીને શું ભણીયેં... વેંધ્યા ૩
બ્રહ્માનંદ કહે એણી પેરે વેંધ્યા,
મણિને ભેદે જેમ મણીયેં... વેંધ્યા ૪