આદિયાશક્તિ (સ્તવન)
કવિ જેઠા ઉઢાચ
પ્રકાર : સરજૂ (ચારણોનાં પૂજન-અર્ચન-સ્તવનમાં અનેક રચનાઓ ગવાય છે. એમાંનો એક પ્રકાર તે ચરજૂ અથવા સરજૂ કહેવાય છે. આ સરજૂમાં આદ્યશક્તિએ પૃથ્વીનું સર્જન કેવી રીતે કર્યું છે એનું વર્ણન આવે છે.)

આદિયાશક્તિ કમલથી ઉપની,
કેતરાં જોગણી રૂપ કીધાં !

જળા બોળ માંહેથી, અલખને જગાડીઆ,
બાર બ્રહ્મ ઈશને સાથે લીધાં.

તયોણરા પાન પર, ચાર દેવ પ્રગટિયા,
ધરાતલ આભ તે દન ધરિયે,

પરમાણે આભને, રચાવી પ્રથમી,
કનકરો થંભ તે મેરૂ કીધો.