આરતીને ટાણે રે વે’લેરા

આરતીને ટાણે રે વે’લેરા
હરજી ભાટી



આરતીને ટાણે રે વે’લેરા

  હે એવા આરતીને ટાણે રે વે’લેરા આવજો,
  હે આવજો આવજો અજમલનાં કુંવર રે..
  રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લેરા આવજો..

  હે એવા માતા મીનળ તે કાગળ મોકલે,
  હે સગુણાબેની જુએ તમારી વાટ રે..
  રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લેરા આવજો..

  હે એવા પિતા અજમલજી કાગળ મોકલે,
  હે વિરમદેવજી જુએ તમારી વાટ રે..
  રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લેરા આવજો..

  હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે,
  હે દાણીબાઈ જુએ ઝાઝેરી વાટ રે..
  રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લેરા આવજો..