આવતા ક્યોં નહીં વે
પ્રેમાનંદ સ્વામી


આવતા ક્યોં નહીં વે

આવતા ક્યોં નહીં વે સામલડા,
આવતા ક્યોં નહીં વે યાર... આવતા ટેક

જામા પે'રી જરીંદા બાંધી,
પગીયાં પેચોંદાર વે;
હસતાં હસતાં સુંદર વદન,
દેખાવતા ક્યોં નહીં વે યાર... આવતા ૧

હમરી અલિયાં ગલિયાં ભૈયા [મૈયા],
સાંજ સવાર કનૈયા વે;
મધુરે મધુરે સ્વર મોહન બંસુરી,
બજાવતા ક્યોં નહીં વે યાર... આવતા ૨

એક અચ્છી તાન ગાઓ પ્યારે,
દિલ ખુશ હોય હમારા વે;
પ્રેમાનંદ કહે બંસી નેક,
સુનાવતા ક્યોં નહીં વે યાર... આવતા ૩