આવા ને આવા રે
પ્રેમાનંદ સ્વામી


પદ ૨૪ મું

આવા ને આવા રે આવા ને આવા રે, રહેજો મારી આંખલડીમાં રે, આવા ને આવા રે.
આવાને આવા -
આવા ને આવા મારા નાથ બિરાજો, હાંરે મારા તનના તાપ બુઝાવા રે... ૧

ડોલરિયાના નિત હાર પહેરાવું, હાંરે રૂડા તોરા લાવું લટકાવા રે... ૨
અમૃત વેણે સુકોમળ નેણે, હાંરે અતિ અમૃત ઝડી વરસાવા રે... ૩
પ્રેમાનંદ કહે નાથજી આગે, હાંરે રહું હાજર નિશદિન ગાવા રે... ૪