આ તે શી માથાફોડ !/૮૨. બા કહે છે -
← ૮૧. મને ત્યાં જવું નથી ગમતું | આ તે શી માથાફોડ ! ૮૨. બા કહે છે - ગિજુભાઈ બધેકા |
૮૩. મારો બચુ → |
: ૮૨ :
બા કહે છે—
❊
બા કહે છે—
બા કહે છે: “સંભાળીને ચાલ, પડી જઈશ.” પણ તેમ છતાં હું પડી જાઉં છું.
બાપા કહે છે: “ઊંઘી જાઓ, વહેલું ઊઠવાનું છે.” પણ તેમ છતાં મને ઊંઘ નથી અવાતી.
બા કહે છે: “ઝટ ચાલીને થાળી લઈ આવ.”પણ મારાથી ઝટ નથી ચલાતું.
બાપા કહે છે: “સરખું બોલતાં ભૂલ કેમ પડે છે ?” પણ તેમ છતાં વારંવાર ભૂલ પડે છે.
બા કહે છે: “જો રડ ના. રડાય નહિ.”પણ તેમ છતાં મારાથી રડી જવાય છે.
બા કહે છે: “બીજાને ત્યાં ચૂપ રહેવું. “પણ તેમ છતાં મારાથી બોલી જવાય છે.
બાપા કહે છે: “પૂછ્યા વિના ફળિયામાં જવું નહિ. “પણ છતાં ફળિયામાં હું ચાલ્યો જાઉં છું.”