એકતારો/દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા,

← ચિતા સાત સો જલે સામટી એકતારો
દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા,
ઝવેરચંદ મેઘાણી
મીલ કેરે ચરખે રે હાથ મારો કાપી લીધો, →


દ્યો ઠેલા !
O

દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા,
હમ્બેલા ! હમ્બેલા ! હમ્બેલા !

ઊંચી છે વાટ
વંકા છે વાટ
અંધારી રાત : દ્યો ઠેલા !
ઉંઘો ના, યાંત્રિકો, દ્યો ઠેલા ! ૧.

દ્યો ઠેલા, ગાડી છે વેરાને;
દ્યો ઠેલા, ભાને કે બેભાને;
ભીડાવો ખંભા સુ ખંભાને
દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા ! ર.

યંત્રોના યાંત્રિકો હારેલા
થાકેલા, પીધેલા, બ્હેકેલા,
સેતુઓ ભાંગીને સૂતેલા,

પડિયા છે, પડવા દ્યો, દ્યો ઠેલા !
હમ્બેલા ! હમ્બેલા ! દ્યો ઠેલા !
હોંશીલા ! જોશીલા ! દ્યો ઠેલા ! 3.