એકતારો/પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે'જો
< એકતારો
← ગાઓ ગીતો 'ગરીબોદ્ધાર'નાં, | એકતારો પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે'જો ઝવેરચંદ મેઘાણી |
વીસ ને સાઠ વર્ષોનાં અંતર પૂરાયલાં હતાં, → |
પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે’જો,
પોતાના દેશમાં પહોંચી, સાચી અમારી વાતો કે'જો. ૧.
દેશીડા પાતકી ! પધારો, ભારગીરથી છે આંગણ રેલી,
એક જ ધરતીના તમે જાયા, મા પાપીઓને ધોશે પ્હેલી. ર.
વીતેલી રાતનાં કુસ્વપ્નાં, સંભારવા ન થંભો ભૈયા !
વાયાં છે વાણલાં કનકનાં, પાંખોને ધોઈ લેજો ભૈયા ! ૩.
અમૃત ને ઝેરના ઘડુલા, સિંધુ વલોવી કાઢ્યા સંગે,
અમિયલ રહેવું જે હાય દુલ્લા ! ઘૂંટીને દોય પીજો સંગે. ૪.