એકતારો/મા સર્વથી વહાલું તને હેક ઉચ્ચ મસ્તક !
< એકતારો
← સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે, | એકતારો મા સર્વથી વહાલું તને હેક ઉચ્ચ મસ્તક ! ઝવેરચંદ મેઘાણી |
બાઈ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે, → |
મા સર્વથી વહાલું તને હો ઉચ્ચ મસ્તક !
બેડી, રસી ફાંસી ભલે હો, ઉચ્ચ મસ્તક !
ભૂખી અને પ્યાસી ભલે હો, ઉચ્ચ મસ્તક ! ૧.
મે’ણાં જુઠાણાંની ઝડી હો, ઉચ્ચ મસ્તક !
કૂડની કલેજે શારડી હો, ઉચ્ચ મસ્તક ! ૨.
કરવા ખુલાસા થોભતી ના, ઉચ્ચ મસ્તક !
બેબાકળી બિલકુલ થતી ના, ઉચ્ચ મસ્તક ! ૩.