એક બિલાડી જાડી
એક બિલાડી જાડી અજ્ઞાત |
આ કાવ્યને આપ અહીં સાંભળી પણ શકો છો. |
એક બિલાડી જાડી
એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તે તરવા ગઈ,
તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર,
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોઢામાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો.