એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ
ઉમેદ
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રસ્તાવના →


ઉમેદ.

ભગિની સમાજ નવમા વાર્ષિક સંમેલનનાં પ્રમુખ બ્હેન શ્રીમતિ સરોજીની નાયડુએ 'ભગિની સમાજ' ની વ્યાખ્યા સુંદર રીતે સમજાવી છે. તે બ્હેને કહ્યું:– “ભગિની સમાજ એટલે બ્હેનોનો સમાજ. બ્હેનો કોની ? ભારત દેશની. આમ-પ્રજાની, ગરીબ-ગુરબાંની, અનાથ અબળાએાની, દુઃખીની, દર્દીની, દિલનાં દાઝેલાંની. ” * * * “ આ આપણે સૌએ સમજવું જોઈએ.”

દરેક દરેક બ્હેને પ્રતિજ્ઞા કરવી જોઈએ કે “મારામાં જે કાંઈ શક્તિ છે, જે કાંઈ બુદ્ધિ છે, જે કાંઈ સાધન છે તે સર્વ હું દેશ કાર્યમાં ખર્ચીશ." ગોખલેજી કહેતા હતા કે – “જયાં સુધી એકે એક પ્રાંત અને શહેરમાં એવી સ્ત્રીઓ થાય કે જેમના સહચારથી જાહેર હીલચાલ પવિત્ર બનશે નહિં ત્યાં સુધી દેશેાદ્ધાર થશે નહી !"

“જ્યારે હિંદની સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય અદા કરશે ત્યારેજ હિંદને મોક્ષ મળશે.”

સમાજના કામને સંગીન બનાવવાનો અને શોભાવવાનો આધાર તેનાં દરેક સભાસદ ઉપર રહે છે. દરેક વ્યક્તિ જો પાતાની ફ૨જ નીયમીત બજાવે, પોતાના તરફનો હિસ્સો નિયમસ૨ અાપ્યે જાય - તો કામ અચુક સુન્દર થાય.

શુદ્ધ અને સાત્વીક ભાવે સમાજને આ૫ની સહાયતા આ૫શો; આપવી ચાલુ રાખશો, એવી ઉમેદ છે. શાંત મુંગા સંગીન કામને નિરંતર નિભાવી રાખવા સજ્જનાની સહાયતાની અપેક્ષા કેમ ન રહે ?

ભગિની સમાજ જ્ઞાન મંદિર,

સેંડહર્સ્ટ રોડ, મુંબઈ ૪.
}
ભગિની સમાજનાં
મંત્રીઓ.