એવા સંત હરિને પ્યારા રે

એવા સંત હરિને પ્યારા રે
પ્રેમાનંદ સ્વામી

પદ ૭૦૧ મું

એવા સંત હરિને પ્યારા રે, તેથી ઘડીયે ન રહે
વાલો ન્યારા રે... એવા ટેક
મહિમા હરિનો સારી પેઠે જાણે, મન અભિમાન તેનો લેશ ન આણે;
હાં રે રહે બ્રહ્મસ્વરૂપ મતવાલા રે... એવા ૧
નાના મોટા ભજે જે હરિને, મન કર્મ વચને દ્રઢ કરીને;
હાં રે તેને પોતાના કરતાં જાણે સારા રે... એવા ૨

એવા તે સંતને વસીએ રે પાસે, જન્મ-મરણનો સંભવ નાસે;
હાં રે વરસે અખંડ તે બ્રહ્મ રસ ધારા રે... એવા ૩
એવા સંતને સેવે જે પ્રાણી, પ્રેમ પ્રતીતિ ઉરમાં રે આણી;
હાં રે પ્રેમસખી કે' ઉતારે ભવપારા રે... એવા ૪

અન્ય સંસ્કરણ ફેરફાર કરો

એવા સંત હરિને પ્યારા રે,
તેથી ઘડીયે ન રહે વાલો ન્યારા રે... એવા ટેક