ઓખાહરણ/કડવું-૩૨
< ઓખાહરણ
← કડવું-૩૧ | ઓખાહરણ કડવું-૩૨ પ્રેમાનંદ |
કડવું-૩૩ → |
કડવું ૩૨મું
સ્વપ્નામાંથી જાગાડી
રાગ : સોરઠ
સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો;
ઉમિયાનો વર આજ સફળ થયો જે. જપતાં દહાડી રે હો. ૧.
અધવચ કૂવામાં મુજને ઊતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો;
બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો. ૨.
સહિયર રે; ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી;
મને સ્વપ્નામાંથી જગાડી રે હો. ૩