ઓખાહરણ/કડવું-૯
< ઓખાહરણ
← કડવું-૮ | ઓખાહરણ કડવું-૯ પ્રેમાનંદ |
કડવું-૧૦ → |
રાગ: સાખી |
કડવું ૯મું
રૂપ સાથે ગુણ જરૂરી છે.
રાગ : આશાવરી
રૂપગુણને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર;
ગુણને આપ્યા બેસણાં, પછી રૂપને કર્યા જુહાર. (૧)
રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઇ જોગી અબધુત;
ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઇ રજપુત. (૨)
પુન્ય વિના ધન કયા કામકો, ઉદક વિણ કુંભ;
એ દો વસ્તુ કછુ ન કામકી, જેમ ગુણ વિના રૂપ. (૩)
સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર;
રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિણ છે ભાર. (૪)