ઓખાહરણ/કડવું-૯૧
< ઓખાહરણ
← કડવું-૯૦ | ઓખાહરણ કડવું-૯૧ પ્રેમાનંદ |
કડવું-૯૨ → |
કડવું ૯૧મું
જન જતી વખતે ફટાણ અગવાય છે
રાગ : ફટાણાની ચાલ
આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે;
જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી૦
હાર્યો હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીતિયા રે;
વેગે આવ્યા દ્વારિકાની માંય, કેશવરાય જીતિયા રે.
રાણી રુક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીતિયા રે;
તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમલ જીતિયા રે.
તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીતિયા રે;
બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીતિયા રે.