કંકાવટી/મંડળ ૨/૬. ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત

← ૫. ઝાડપાંદની પૂજા કંકાવટી
૬. ગૌર્ય (ગૌરી) વ્રત
ઝવેરચંદ મેઘાણી
૭. વિસામડા ! વિસામડા ! →


ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત


ચાંદા ! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે ?
...ભાઈ[] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
...વહુ[] (બેન) ગોર્ય પૂજશેરે.

  1. અહીં તમારા પોતાનાં ભાઈ-ભાભીનાં નામ મુકાય.
  2. અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય.