←  પ્રસ્તાવના કથન સપ્તશતી
પ્રકરણ પહેલું
દલપતરામ
પ્રકરણ બીજું →


કથનાસપ્તશતી


અક્કલ વડી કે ભેંશ
અકરમીનો પડિઓ કાંણો
અગસ્તના વાઅદા (પૂરા થાઅ નહી)
અગ્રે અગ્રે વીપ્ર જટાલો તે જોગી વચેનું કંદ તે આરોગે નંદ
અડબોથનો ઊધારો નહોઅ.
અજાંણીઊને આંધલું બરાબર.
અફીણનો જીવડો સાકરમાં ન જીવે.
અશતરીની મતી પાંનીએ.
અરથ સરા પછી વઈદ વેરી થાઅ.
અભાગ લાગાંને અપાશરે ગઈ (જોરાઈથી ઊપવાસ કરાવીઓ પુજે.)
અબી બોલ્યા ને અબી ફોક.
અણ સમજો બ્રાહ્મણ બમણો હોમ કરે.
અંધારે બાંગ.
અંધારે ગોલ ગલ્યો લાગે.
અંન એનું પુન્ય નેં રાંધનારીનેં ધુમાડો.
આંખો આડા કાંન
આંખો મીંચે તો સદાઅ અંધારૂં.
આખું કોળું શાકમાં ના હોઅ.
આગ લાગે કુવો ન ખોદાઅ.
આગ લાગે તાંહાં શીંચાંણો આગળ હોઅ.
આજકાલ્યનો જોગી ને ઢીંચણ સાંમી જટા.
આંગલીથી નખ વેગલા એટલા વેગલા.
આડે લાકડે આડો વીંધ.
આંધલી ભેંશે મોઢવું દીઠું
આંધલીને પાથરતે વાંહાંણુ થાઅ.
આંધલાંઓમાં કાંણો રાજા.
આંધલા લુલાં સંપે નીભે.
આંધલાના હાથમાં આરશી.
આંધલાની ગાઅને અલાનાં રખોપાં.

આંધલો કહેભાઈ ચોર આવ્યા, નાગો કહે મને લુંટી લેશે.
આપ મુવા વીના સ્વરગ ન લેવાઅ.
આપ તેવા જગ.
આપ આપકી પકડીઓ મેં મેરી ફોડતા હું.
આભ ફાટે તહાં થીગડું ન દેવાઅ.
આવતી વઊ ને બેસતો રાજા (વખણાંઓ તો વખણાય)
આવે ઘોડા વેગે ને જાઅ કીડી વેગે (રોગ)
આટામાં લુંણ.
ઊકૈયડીને વધતે વાર નહીં.
ઊકૈયડે ઓરી નેં માટી ખાંણે આઘી.
ઊજલે ડાઘ.
ઊજડ ગાંમની જમે ભરવી.
ઊજલું એટલું દુધ ન હોઅ.
ઊંઘ આહાર ને આલશ વધારીઆં વધે ને ઘટાડીઆં ઘટે.
ઊંટ લાંબુ તો પુંછ ટુંકુ.
ઊંટીઆનાં આઢારે વાંકા.
ઊંટના રોગનેં સોઅનો ડાંમ.
ઊંટના મોહોને ઝાંખરાં.
ઊંટ મરે ત્યારે માળુવા સાંમું જુવે.
ઊંટ મેલે આકડો અનેં બકરૂં મેલે કાંકરો.
ઊઠે વીચારે વીવા ન મલે.
ઊતરાઅણ કામી ઓછું પરવ નથી.
ઊંદર બીલાડીનેં એક સલાઆઅ તો ઘર ધણીનેં ઘડીએ સુખ ન આવે
ઊંનું ખાતાં મહોડું દાઝીઊં તે કેનેં કહે.
ઊને પાણીએ ઘર ન બલે.
ઊભી બેઠીનેં સુતી એ ત્રણ પ્રકારની મુરતીઓ.
ઊલેચે અંધારું ન જાઅ.
ઊંડો કુવો નેં ફાટેલ બોખ.
એક ઊજલે સઊ ઊજલા.
એક ઘાએં કુવો ન ખોદાઅ.
એક હાથે તાલી પણ ન પડે.

એક હાંણ અને બીજું હસવું.
એક ગોકળીઓ ગાંડો હોઅ જે દીવળીનેં દીવશે ઘેંશ સીરાવે.
એવી કોણ ભોળી હોઅ જે પરકા ભાઅડા પછવાડે ચુડો ભાંગે.
ઓ દાંણું કે તરકાંણું.
કંટકની હાંલ્લી કટકમાં ભોડવી.
કરમને કાંઈ શરમ નથી.
કલમ કડછી નેં બરછી.
કંથડો એક નેં દેશાવર ઘણો.
કંથડજી કહાં ગઆ તો કહે આ રોઈએ છીએ કહેનેં.
કથા એ તો મથ્યા પણ ભમર ગીતા કેહેની દીકરી.
કડવું ઓશડ વાલેશરી પાઅ.
કક્ષે ચોરી અને પક્ષેની પાઅં.
કાકો દીઠે કુટુંબ અનેં માંમો દીઠે મોશાલ.
કાકો અજમેર ગઆ છે તો કે આજ મરી ગઆ છે.
કાંકરે કાંકરે પાળ બંધાઅ અને ટીપે ટીપે શરોવર ભરાઅ.
કાગડાને હાથે કંકોતરી આવી.
કાગલીઆના કાંન ન કપાઅ.
કાગડાને શરાધ સોલ દહાડા.
કાંઈ લાડી લાડાને છેતરે એવું નથી. (કાંણી?)
કાણાં પડા નમસકાર તો કે લડાઈના ચાલા.
કાલાની જોડે ધોલો બાંધી તો વાંન ન આવે પણ સાંન આવે.
કાંબલી ભીજાઅ તેમ ભારે થાય.
કાલા કાલા મંકોડા ને રાતી રાતી ઝીમેલો.
કાળી રાંડને કલ્લે ભાત.
કાપીઆ વીના કેલ ન ફલે.
કાશી આહીંથી ગાઊ ૫૦ તો કે મારે પાસેથી કે તારી પાસેથી
કારતક મહીને કબલી ડાહાઓ.
કાંને ઝાલ્યા હાથીઆ ન રહે.
કીડી સંચે નેં તેતર ખાઅ.
કીડીની મોહો ઊપર લાડવો.
કીડીઓનું કટક. (એક ચાલે તેમ સરવે ચાલે)

કીડી ઊપર કટક.
કુલદેવ કોએ દહાડે દીવડો ન પાંમે અને પારકા દેવને પુજા.
કુકડા વીના વાંહાંણું નહીં વાઅ.
કુતરાની પુંછડી સો વરશ ભોંઈમાં રાખો તોઅ વાંકીની વાંકી.
કુવાની છાંઆ કુવામાં સમાઅ.
કેડે છોકરૂં ને સોધતી ફરે.
કોડે મુવાં ને કુતરે તાંણીઆ
કોરે કાગલે મતું.
કોઠી ધોએ કાદવ નીસરે.
કેહેનાં બાપની ગુજરાત.
ખજુરાનો પગ એક ભાંગ્યો તો શું અને સાજો તોઅ શું.
બાઈને સુઈ જવું ને મારીને નાશી જવું.
ખાટલે મોહોટી ખોટ જે પ્રથમ પાઓ નમલે.
ખોટો ચોર પથરા ઊપાડે.
ખાનાર પીનારનાં નસીબ પાવે.
ખાધે પીધે દીવાળી અને ઊગરે ઊચાટ.
ખાતા રહું તે બી. અને મરતાં રહું તે ઘરડું.
ખાતર ઊપર દીવેલ.
ખોળ નેં ગોળ એક ભાવે.
ખોજો ઊઠોનેં માર ધંનાળુ.
ખોખરી ડાંગ હાંલ્લાંને ફોડી નાંખે.
ખોદે ઊંદર નેં ભોગવે ભોરીંગ.
ગધા ઊપર અંબાડી નહોએ.
ગધેડાનું મોહો કુતરે ચાટું ( કોણ વટલાઉં)
ગરીબની છોડીનેં સઊ ભાભી કહે.
ગરજવાંનને અકલ ન હોએ.
ગરજે ગધાને બાપ કહેવો પડે.
ગાંડી ગુજરાત આગેં લાગ નેં પીછે બાત.
ગોર પરણાવી આપે પણ કાંઈ ઘર ન ચલાવી આપે.
ગોળ ઘાલે તેવું ગળું થાઅ.
ગ્રહણ વેળાએ સાપ કાહાડ્યો.

ગાજરની પીપી વાગી તાંહાં સુધી વાગી ને પછી કરડી ખાવી.
ગાડી તલે કુતરું ચાલે જાંણે હું જ ભાર તાંણું છું.
ગાએ ગલ્યું રતન.
ગાંમ ગઉં સુતું જાગે.
ગાય ઊપર પલાંણ.
ગાંમમાં પેસવાના સાંસા અને પટેલને ઘરે પાંણી મુકાવજો.
ગાળ ખાધે ગુમડાં ન થાઅ.
ગાડરીઓ પરવાહ (એક ખાડામાં પડે તો સઘળાં પડે)
ગાંમ વચે રહીને પોતાનું ઘર ન બદલાઅ.
ગાડી દેખીને થાક લાગે.
ગાઅનેં ગાલે તે ગોવાલ.
ગિરૂથી ચેલા આગલા.
ગોકુલ ગાંમનો પેંડો ન્યારો.
ગોદડે ગાંઠ.
ગોલાને દરબાર ઢીંચણ સાંમો.
ગોલે મરે એને વીખે ન મારીએ.
ઘઊંની કણક કેલવે તેમ કેલવાઅ.
ઘર પરમાને મોભ.
ઘર જાણે પાડોશી ને કુલ જાણે વેવાઈ.
ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઊપાધીઆને આટો જોઈએ.
ઘર બાલીને તીરથે કોણ કરે.
ઘરની ફુટે શત્રુ ફાવે.
ઘંટીના સો ફેરા ને ઘંટાનો એક ફેરો.
ઘાંચીના બળદ વીશ ગાઉ ચાલે પણ ઘેરનો ઘેર.
ઘાંચીને લુગડે ડાગ ન બેસે.
ઘોના દરમાં હાથ ન ઘાલવો.
નકટીનો વર જોગી.
નકટા દેવનેં શરડક પુજારા.
નરમદાનાં કંકર એટલા શંકર.
નવ સાંધે તહાં તેર તૂટે.

નવરો સલાટ પથરા ભાગે.
નવી જીણસ નવ દહાડા.
નહીં ઝાડ તહાં એરંડો રૂંખ.
નહીં ત્રણમાં નહીં તેરમાં અનેં નહીં છપનના મેલમાં.
ન રહે આપ તો શું કરે માનેં બાપ.
નંદ કલાથી દઈવ નાસે.
નાક કાપીનેં કોણ અપશુકન કરે.
નામારથી ધોલો તે કોહોડીઓ.
નાગો થઈને ચંદરવા કોણ બાંધે.
નાગાની ગાંડે બાવલીઓ ઊગો તો કે મારે છાંઓ થયો.
નાગી પહેરે થાપણું અને ભૂખી ખાએ બી.
નાચનારીને આંગણું વાંકું.
નાતીલા અને સંપરદા.
નીમાજ પડદે મશીદ કોટે વલગી.
નીલકાનું શરૂ દેવગાણું.
નીરબંધી ન્યાતમાં પંદર પટેલ.
ચઊદમું રતન માર.
ચક્ષુએ ચોપડવા તેલ નહીં ને ડેલીએ દીવા કરો.
ચતુર કાગડો હાડકા ઊપર બેસે.
ચડે તે પડે ને ભણે તે ભુલે.
ચીંથરેં વીંટુ રતન.
ચીભડાના ચોરને અડબોથનો દંડ (ફાંસી ન દેવાઅ)
ચાલતા બલદને આર ન ઘોચે.
ચોંટીઓ લીધે વેર ન વલે.
ચોરમાં ચોર પડીઆ.
ચોરને ચાંદણી ન ગમે.
ચોરને માથે શીંગડાં ન હોએ.
ચોરની મા કોઠીમાં પેશીને રૂવે.
ચોરી કરૂં નહીં કરૂં તો સરકારનો ગુનેગાર છું.
છગન મગન તો સોનાના અને ગામનાં છોકરાં ગાંશના.
છછુંદરના છએ સરખાં.


છત્રપતી કે પત્રપતી.
છતે માંથે હાથ ન કપાઅ.
છાજા ઊપલો છોડ.
છાંણાના દેવને કપાશીઆની આંખો.
છાબડે સુરજ ઢાંકો ન રહે.
છીક ખાતાં દંડે
છેલું ઓશડ છાશ.
જમવીના છોકરાં ન મરે.
જણનરીમાં જોર નહીં ત્યારે સુઈઆંણી શું કરે.
જણતાં માઊ થાઅ તેમાં જમાઈનો શું વાંક.
જતાના જાનઈઆ અને વલતાના માંડવીઆ.
જનમ આપે જનેતા પણ કરમ આપે કોઅ.
જલ ત્યાં થલ અને થલ ત્યાં જલ.
જાએ ન આવ્યાં તે નાહાએ શું આવે.
જાંણતાનેં લાખ અને અજાંણતાને સવા લાખ.
જાબે લકડી કુતાકું માર.
જાંનમાં કોએ જાણે નહીં ને હું વરની ફુઈ.
જાત વીના ભાત્ય ન પડે.
જા બીલાડી મોભા મોભ.
જાંણો કોઅડો કોડીનું મુલ.
જીવતાં પાલવું ને મુવાં બાલવું.
જુઓના ભઅથી લુગડાં કહાડી ન નંખાઅ.
જીવવું ને મુવું બરાબર.
જુના પેટની લીખ ન હોઅ.
જુઠું ગાઅ એઠું ખાઅ નેં નાગી નાઅ.
જુઠું બોલવું અને ઝખ મારવું તે બરાબર.]
જેવી સોબત તેવી અસર.
જેની વેલ્યે બેશીએ તેના ધોલ ગાઈએ.
જેવા દેવ તેવી પુજા.
એ જાઅ જાવે તે ફરી ન આવે આવે તો પરોઆના.
પરીઆ ચાવે એટલું ધન લાવે.

ગાણું રોણું ને વગોણું એ ત્રણે ભેલાં હોય.
જદો કોડાં બાંધતો પરવારે નહીં.
જોશી ડોશી ને વટે મારગું એ ત્રણે ફોગટીઆં.
ઝાઝે કાગડે ઘુડ વીંટીઊં.
ઝાઝે દીકરે કલહીણ.
ઝાઝી સુઈઆણીએ વેતર વંઠે.
ઝાઝી વાડ ઝાંખરાંનીએ સારી
ઝાઝા હાથ રલીઆંમણા
ઝાડને નામ ફક વેચાઅ.
ઝેરનું પારખું લેવાઅ નહીં.
ટાટા ઊપર ચીત્રાંમણ (નહોઅ).
ઠાલી કઠરાઈને બેટ બીછાંણાં.
ઠોઠ નીશાળીઆનેં લેખણો ઝાઝી.
ઠામથી પડીઆ ઠેંઠણે ઠેં.
ઠાંમ જાઅ ત્યારે ઠીકરૂં મલે.
ડાકણ પહેલી ઘરને ખાઅ.
ડાઈ સાસરે જાઅ અને ઘેલી શીખાંમણ આપે.
ડાહાડીની ડાહાડી ને સાવઅણીની સાવઅણી.
ડાંગે મારીઆં પાંણી જુદાં ન પડે.
ડુંગરા દુરથી રલીઆંમણા.
ડેડકાંને મન દરીઓ જ નથી.
ડેંણ ના જાંણ નેં ડાકણ ન જાણે.
ડોશી જોડા ફાટી ગઆ તો કે દરશને ગઆં ઝાઝા દી થઆ.
ઢેઢવાડે ગઆ ને હાડકાંનો ધરવ ન થઓ.
તલાવ તરશો નેં વેલાએ ભુખો.
તને મીઆંઊ નેં તાહરા બાપને મીઆંઊ.
તરણ અંધા ને ભડકણ એક (તે ગાડી ચાર ઘોડાથી શી રીતે ચાલી શકે)
તુંબડાં બાંધીને દરીઓ ન તરાઅ.
ત્રાંબીઆની ડોશી ને ઢબુકો મંડામણ.
ત્રાંશી આંખે બે ચંદરમા (દેખાઅ)
તેલનું ટીપું ને હીરની ગાંઠ.

તેલ જોવું તેલની ધાર જોવી.
થઉં ભગાના જેવું
થાળી ફુટલ કે રણકો વાગો
થુંકીઊ ગલાઅ નહીં
થોરે કેળું નેં આંબે લીંબોળી.
દરીઆમાં રેહેવું નેં મગર મછથી રૂશણાં.
દસાડા દફતર મેં જ નહીં.
દા લગે તાંહા શીંચાંણો આગલ હોઅ.
દીકરીનાં માગાં પણ વઊનાં માગાં ન હોએ.
દીવાલીઆને ધરાઈ ફરી.
દીવા તલે અંધારૂં .
દીઠા દેવને પોહોતી જાત્રા.
દુખતી આંખે ઝોકો વાગે
દુધથી દાઝો છાશ ફુંકીને પીએ.
દુધમાંથી પુરા કહાડા.
દુધ પાઈનેં સાપ ઊછેરવો.
દુબળી વાડે છીંડું પડે.
દુધનો ઊભરો (કેટલી ઘડી રહેશે.)
દેશ ચોરીને પરદેશ ભીખ.
દેરાસરમાં દેવ ન માઅ ને પુજારીને પલંગ બીછાવવો.
દેવલનો ઘંટ જે આવે તે બજાવે.
દેવતાને પણ દીકરા દુરલભ
દેવ માનતા બંનેની ખાઅ. વાદીની ને પ્રતીવાદીની.
દોરાં ચીઠીથી દીકરા થાઅ તો પરણાનો કોઈ પાડ ન પુછે.
ધન ઘડી ધન દહાડો, વીવાથી રલીઆમણું.
ધન મારા ધણીનેં કે જેમ હાલે તેમ હાંકે.
ધરમ કરતે ધાડ થઈ.
ધરમની ગાઅના દાંત જોવા નહીં
ધણીનો કાંઈ ધોખો નહીં.
ધણીને સુજે ઢાંકણીમાં એવું પાડોશીને અરીશામાં પણ સુજે નહીં
ધણી વીનાં ધોલ સુનાં.

ધાર માર નેં આકાર એ ત્રણ પ્રકારના હથીઆર.
ધુળ ધાંણી ને વાને પાણી.
ધોબીનો કુતરો વાટનો નહીં ને ઘાટનો નહીં
ધોબીને ઘેર ખાતર પડે તો ઘરાકોનું જાઅ.
ધોળે દહાડે અંધારું.
ધોલીઆ ધાડ આવી તો કે ધણીને ઘેર
પગમાં જોડા પેહેરી લેવા ધરતી આખી ઢંકાઅ નહીં.
પગે લાગવાથી પશુ ન સમજે.
પડાઈ પરમાંણે પુંછડું.
પથર એટલા દેવ કીધા.
પછેડીમાં પાંચશેરીનો માર. (વાંણીઆભાઈ પછેડીમાં પાંચશેરી ઘાલીને ઝાપટ મારે તે કોઅ જાણે નહીં)
પટેલની ઘોડી પાદર સુધી.
પરણીઆ નથી પણ પાંતે તો બેઠા હશે.
પંડાણીનો પરીઓ જાંણો જે દજીકરાનું નાંમ દાઊદીઓ.
પડા ઊપર પાટું.
પંડાજી પગે લાગું તો કે કપાશીઆ. (બેહેરો પંડો કપાશીઆ લઈને જતો હશે.)
પરણે તેને ગાઇએ.
પરભુને ઘેર અવલો નીઆઅ.
પરણીનેં પાલે નેં જણાને જીવાડે. તેમાં કેહેને પાહાડ કરે.
પાકતી લીંબોળી પણ મીઠી થાઅ.
પાઘડીનો વળ છેડે આવે.
પાઘડીમાં માથું ને માથાંમાં પાઘડી.
પાંણી પેહેલી પાળ બાંધીએ.
પાંણી વલોવાથી ઘી ન પાંમીએ.
પાંણીમાં લીટી.
પાંણી પહેલાં મોજડાં સાવાસ્તે ઊતારીએ.
પાંણી પીને ઘર શું પુછવું.
પારકી મા કાંન વીંધે
પારકે પુત્રે સપુતા થવાઅ નહીં
પારકી હવેલી દેખીનેં પોતાની છાપરી ચુંથી નંખાઅ નહીં.


પાડા લડે તાંહાં ઝાડનો ખો.
પાલે તેનો ધરમ અને મારે તેની તલવાર.
પીઠી ચોલે વરણ ન પલટે.
પીપલાને થડ પેસાબ કીધી. (ગુરૂની સ્ત્રીથી ખરાબ કામ)
પારકે મોહોડે પાંન ચાવવાં.
પાવઈંનેં પાંનો ન ચડે.
પારકે રોટાલે જાડી કોર.
પાડા પાડીનું કાંમ નહીં છાશની દોણી ભરવી.
પુરુશના કરમ આડું પાંદડું.
પુત્રનાં લક્ષણ પારણાંમાંથી જણાઅ.
પુનીઆની મા ગઊત્રાટ ઊજવી રહી.
પેટ કરાવે વેઠ.
પેહેરણામાં સઊ નાગા.
પેહેરવા પ્રથવી ને ઓઢવા આભ.
પેટ પેટ અઘરણી ન હોઅ.
પેંગડે પગ અનેં બ્રંમ ઊપદેશ.
પેટ ઊપર પોટલો.
પેટની પીડા માથું ન જાણે.
પોતાની માને કોઅ ડાકણ ન કહે.
પોથી માઅલાં રીંગણાં
પોપટ બોલવા શીખીને બંધીખાંને પડે.
ફરેતે ચરે.
ફાટલ લુઘડાં ને ગરીબ માબાપથી લજાવું નહીં.
ફુઈને મુછો હોઅતો કાકો કહેવાઅ.
ફુંક, માર ને ગહરકો એ ત્રણ જાતનાં વાંજાં.
ફુવડને ઘેર જોડ કમાડ ઊઘાડે કોણ ને અડકાવે કોણ.
બકરું કહાડતાં ઊંટીઊ પેઠું.
બગાસું ખાતાં સાકરનો ગાંગડો આવીઓ.
બલીઆના બે ભાગ.
બલતું ઘર કરશનાપણ
બઊ તાંતર બલીઊં.


બાપના કુવામાં બુડી ન મરાઅ.
બાડા ગાંમમાં બે તેરશો.
બાલકનું બલ રડવું.
બાલા તેને શા દકાલા.
બર વાશે બાવો બોલ્યા કે બચા મર જાઅગા.
બાબુ રસતામેં કુછ ભઅહે તો કે ગુરુજી ભઅ પીછે ડાલા
બાવા બાવા વાછરૂં વાલને તો કે મારા માબાપના વાલ્યાં નહીં તે તારાં શું વાલીશ.
બાવા ચેલા બોત હે તો કે ભુખ મટે ભાગ જાએગા.
બાવાજી નમો નારાણ તો કે તેરે જ ઘર ધામાં.
બાવો ઊઠો બગલમાં હાથ.
બાંધી મુંઠી લાખ. ને ઊઘાડી વા ખાઅ.
બાસતો ન મલે તેહને તાસતો કાંહાંથી.
બાવો આવે બલદ ન દુઝે.
બીબી થાઅ મીઆં જોગ તારે થાઅ ઘોર જોગ
બીલાડી ઊંદરને પકડે છે અને બચોલીઆંનેઅ પકડે છે. તેમાં ફેર છે.
બુધે નાર પાંસરી ને બુધે ડોબું દોવા દે ને બુધે છોકરૂં રોતું રેહે.
બુઢો વઈદ ને જુવાંન જોશી.
બે પઈશા હોઅ તેનાં છોકરાં ઘુઘરે રમે.
ભણી ગણીને પોપટ થઓ.
ભણા પણ ગણા નહીં.
ભભુત લગાવે ભાગ્ય ન છપે.
ભગત જગતને આદ વેર.
ભાગ્યશાલીને ભુત રળે.
ભાવતું ઓશડ વઈદે કીધું.
ભાજી મુળા તે ઝાડમાં લેખું. (નથી)
ભાત મેલીએ પણ સાથ ન મેલીએ.
ભાગું ભાણું કંસારે જાએ નેં રૂઠું છોરૂં માવતરે જાઅ.
ભાગ્યની પીડામાં ભાગ ન થાઅ.
ભીખ તેને શું ભુખ.
ભુખે મરતાં ને છોકરાં ઘણાં
ભુતનું ઠેકાણું આંબલી.

ભુતનું મન બાકલે રાજી
ભુંગલાનો સાંધો.
ભુંગલા વોણી ભવાઈ.
ભુંડી રાંડે બમણો વરો.
ભુંડા માણસથી ભુત નાશે.
ભુખ્યું તેને કાંઈ ન દુખ્યું.
ભેંશના શેંગડાં ભેંશને ભાર કરશે.
ભોલે ભાવે રાંમાઈઓ.
મરે મકવાણા અને ફુલાઅ પીજારા.
મનમાં પરણ્યા ને મનમાં રાંડ્યા.
મણનું માંથું જજો પણ નવટાકનું નાક ન જશો.
મધદરીઆમાં ખારવા ખુટા.
મશાંણના લાડવામાં એળચીનો સ્વાદ (નહોએ).
મરીને માળવો ન લેવાય.
માગીઆ વીના તો માઅ ન પીરશે.
માંનગત વીના દેવ ન ફળે.
માને મેલી કોણ ધાવે.
માગી ખાવું ને મશીદે સુવું.
માગું તો મોત પણ ન આવે
માગ્યુંતું ચડવાને નેં મળું ઊપાડવા
માથું વાહાડી ઓશીકે મુંક્યું તો કે મને ખુંચે છે.
માંથેથી ઊતરતી સગા બાપને હજો.
મરતા મીંઆનો મુલક
માળી રૂઠો ફુલ લેશે પણ ચોટલી નહીં લે.
માઆનેં ભઅ છે કાઆનેં નથી.
માંનીએ તો દેવ નહીં તો પથરા.
માંડ અસવાર નેં મોહોડા ચડીઆ.
મા મને રાજાએ બોલાઓ કે જા ગધેડીના કુતરાનેં માર.
મીણનો હાકમ લોઢાના ચણા ચવરાવે.
મુંડે મારો પાવઈ (તેનો કોણ ધણી)
મુરખ પાસે કાગળ ન બોલે.

મૂલમાં રેડે તે પાંદડાં પીશે.
મુવા નહીં નેં પાછા થઆ (એકનું એક)
મેહાંણાના ભાટ જમે કાલ.
મોટા થાઓ પરણાવીશું.
મોરના ઈંડાં ચીત્રવાં ન હોઅ.
મોસાલ દીવાનેં મા પરશણે
મોહો પરમાંણે ટીલું.
મોર પછવાડે નાગે દીશે.
મોહોડે મીઠું ને પેટમાં પાલી.
મોર પીછે રલીઆમણો.
મોભનાં પાંણી નેવે આવે પણ નેવાંના પાણી મોભે ન જાઅ.
રત વીના ફળ ન હોઅ.
રતન ઊકરડામાંથી છાંટીને લેવું.
રલીઆ ગઢવી શ્યાં ગયા હતા તો કે ઘેરના ઘેર.
રાંડી રૂવે માંડી રૂવે અને સાત ભરથારી મોહો ન ઊઘાડે.
રાંકને ઘેર રતન સાંપડું.
રાંકનો ગોલ.
રાંકનો દુસમન ભીખારી.
રાંડી રાંડને પગે પડી તો કેવું તે વીતું.
રાંડ તને બાવાને દઊં. બાવો કે હું તઈયાર છું તોકે કેહેવાનું પણ આપવાનું નહીં.
રાંધુ વરે નેં બોલું બાહાર પડે.
રાજાના કુંવર રડતા જાંણીને આંબો ન ફળે.
રોતાં પરોણો ને હસતાં અ પરોણો.
રોતી હતી ને પીઅરીઆં મળાં.
રોતું જાઅ તે મુંવાંના સમાચાર લાવે.
લકડના લાડું ખાએ તે પસતાઅ. ન ખાઅ તે પસતાઅ.
લખતાં લઈઓ નેં ભણતાં પંડિત.
લપડાક મારીનેં મોહોડું રાતું રાખવું.
લખમી ચાંલ્લો કરવા આવી તો કે મોહોડું ધોઈ આવું.
લવા ગધીકા ક્યા મુલ તો કે માતેરી હોઅ તો બોત મુલ.
લંઘા ઘરે વીવા તો સરણાઈઓનો ચેંચાટ.


લંકાની લાડીને ઘોઘાનો વર.
લંકા બલો સતોલની.
લાગ્યો તો તીર નહીં તો થોથું.
લાંચ ભાડું ને દખણાનો ઊધારો નહીં.
લાકડે માંકડું વળગાડાવું.
લાકડાની પુતળીથી ઘર ન ચાલે.
લીંબુંનું પાણી સઊમાં ભળે.
લોભીમાં ધુતારા જીવે.
લોઢી ઉપર છાંટો.
લુંટનો માલ (વીના કીંમતે વેંચાઅ)
વઈદકમાં રેચ ને જોતીશમાં ગ્રહણ (તુરત પારખું)
વઈદનાં મરત નહીં નેં જોશીનાં રાંડત નહીં.
વરને વરની ફુઈએ વખાણીઓ.
વર વીનાની જાન ન હોઅ.
વલાવા વીના બે જણ ચાલે (તુંબડું કે શીંઘડું)
વરનેં તો કન્યાનો લોભ અને જાંનઈઆને જમણનો.
વટેમારગું ને દાંણી રોકે કાં પાંણી રોકે.
વટેમારગુંની દઆ જાંણે તો વરશવાની વખત ન આવે.
વાંનરાને નીસાંણી આપી.
વાટું ઓશડ અને મુડ્યો જતી.
વાડ ચોરે કાલેરાં તારે રાખનાર કોણ.
વાડ વીના વેલા ન વધે.
વાદળની છાંઆં કેટલી ઘડી.
વાઘનાં ટોળાં ન હોઅ.
વા વાત લઈ જાઅ.
વાશીદામાં આંબેલું જાઅ.
વીનાસ કાલે વીપ્રત બુધી.
વીજળીને ઝબકારે મોતી પરોવી લેવું.
વીવા વીત્યો ને મોડ થાંભલે.
વીસ વાસા મોસાલના.
વીવાની ગાળ ધન ઘડીની.


વુઠા મેહે વટેમારગું કેહેશે.
વેહેલ્ય કોએ ઊલાળી નેં સ્ત્રી જોઈએ કુલાલી (કુળ)
વેરાગીથી ગાંમ ન મરે.
વેહેમીને શીર ચકલી બેઠી.
વેળા વેળાની છાંઅડી
વેશાના કરમમાં લપેડો.
વેહેતો વાંહાંણ નેં ન વહેતો પાંણ.
વેશાનો છોકરો કોને બાપ કહે.
શઈનો દીકરો જીવે તહાં સુધી શીવે.
શાક બગડું તેનો દી બગડો. અથાણું બગડે વરશ બગડું ને બાઅડી બગડે તેનો ભવ બગડો.
સાલગરાંમ પાસે મરી વટાવ્યાં (નહીં)
સંખને વળી દૂધે ભરીઓ.
સાબું દીધે નસીબ ન ઊઘડે.
શ્રીમાળી ઘેલો હોઅ નહીં (ઘેલા નાંમને શ્રીમાલી ભવૈઆને જુનું લુગડું આપ્યું ભવઈ કહીઊં)
શીનરી બળે પણ વળ ન મુકે.
શીથે શઈને હળવદ છ માંણાં.
શીરા સારું શ્રાવક થઆ.
શીંઘોડું સટકાવ્યું નેં જમવા તેડું ન આવ્યું.
શુક્લ બ્રાહ્મનને શો સ્વાદ છાશ ના હોઅ તો દુધે ચાલે.
શુંઠનો ગાંઠીઓ મળેથી ગાંધી થઈ બેઠા.
શેખ સલીના વીચાર.
શીઠ આવ્યા તો કે નાંખો વખારે.
શેઠ કેમ તણાઆ તો કે લાભે લાભે.
શોક્યને ખારે ધણીનું ઘર બાળવું નહીં.
શોનાની છરી પેટ ન મરાઅ.
શીંગ ડોડીને પોપટો એક મલ્લકના અનાજ.
સઈની સાંજ ને મોચીનું વહાણું (ખુટે નહીં)
સરપે છછુંદર ગલી (મેલે તો આંધલો થાઅ ને લગે તો મરે)
સઊ તીરથે મુંડાઅ.

સવભાવનું કાંઈ ઓશડ નથી.
સઊની ગત તે વઊની ગત.
સઈયારાની સાસુ ને ઊકઅડે મોકાંણ
સરપ દરે પાંશરો ચાલે.
સઈઆંને ઘેર વીવા ને મઈઆંને ઘેર ઊજાગરો.
સમો ચરતે સાવધાંન.
સાચનેં કદી ન આવે આંચ.
સાપને ઘેર સાપ પરૂંણો જીભના લબકારા કરે.
સારા રાચમાં સાવરણી.
સાચા બોલો સગી માને ન ગમે.
સસુ ફોડે તે કહડેલાં થાઅ ને વઊ ફોડે તે ઠીકરાં.
સાસરાની સુલો સારી પણ પીઅરની પાલખી નહીં સારી.
સાસરે જતાં કોઈ છીનલ નહીં કહે.
સારો સગો આથમાં લેખું.
સાસુ બેઠી શીખાંમણ આપે અને વઊં બેઠી કીડીઓ ગણે.
સુખમાં આવે નીંદરા દુખે સાંભરે રાંમ.
સુદામાના તાંદુલા અને વીદુરજીની ભાજી.
સુઈઆંણી આગલ પેટ સંતાડવું નહીં
સુરજ સાંમી ધુલ્ય નાંખે તો આંખમાં આવીને પડે.
સો હાથ ભરે પણ એક હાથ વધારે નહીં.
સોનાના સુરજ ઊગા.
સોંધુ ભાડું ને શીદપરની જાત્રા.
સોમણ તેલે અંધારૂં.
સો દીવા ઓલવીને એક મશાલ પ્રગટી.
સોમ દાતારને એક વરો.
સોળે સાંન ને વીશે વાંન. (વીશ વરસ પછી શરીર ઊંચુ વધે નહીં)
સો સીપારસ ને એક મુલવણી.
સો તારી રામ દુહાઈનેં એક મારૂ ઊંહું.
સોઅ પછવાડે દોરો.
સોનાથી ઘડામણ મોંઘુ.
હઈઆના બળા હાશ હાશ.


હાથીના પગલામાં સઊનો પગ આવી જાએ.
હાથની આળશે મુછો મોહોમાં આવે.
હાથમાં દીવો લેઈને કુવામાં પડે.
હાંમ દાંમ ને ઠાંમ ત્રણ હોએ તારે વેપાર થાઅ.
હાથીઆ કાંને ઝાલા ન રહે.
હાજર તે હથીઆર.
હું જીવેત તું કેમ રાંડી.
હીરો ઘોઘે જઈ આવીઓ.
હોલો બોલે કો કો કો.
હડાલાની કુતરી (ચાલતાં કરડવું નેં ભશી ભશીને મરી ગઈ)


॥ प्रकरण पहेलुं समपुरण ॥