કલ્યાણિકા/એક જતારી ઓથ
← યોગ | કલ્યાણિકા એક જતારી ઓથ અરદેશર ખબરદાર |
ઊડવાં આઘાં આઘાં રે → |
એક જ તારી ઓથ
• રાગ ઠુમરી — તાલ ત્રિતાલ [૧] •
નાથ ! મને એક જ તારી ઓથ !
તું જ જીવનની જ્યોત :
નાથ ! મને એક જ તારી ઓથ ! - (ધ્રુવ)
સંધી દુનિયા લાગે અંધી,
અંધ દિસે આકાશ :
એક કિરણ વિણ અંધ બધું રહે,
એક ઊગે નહીં આશ :
નાથ ! મને એક જ તારી ઓથ ! ૧
પૃથ્વી ખાલી, સાગર ખાલી,
ખાલી સર્જનખેલ ;
ચેતન વિણ કો જડ નવ જાગે,
ખાલી રહે દિલમહેલ !
નાથ ! મને એક જ તારી ઓથ ! ૨
બખ્તર પહેરું, શસ્ત્રશું લહેરું,
બામ્ધું કિલ્લા કોટ :
એક ફૂંકે એ સર્વ તૂટે ત્યાં
કોણ પૂરે મુજ ખોટ ?
નાથ ! મને એક જ તારી ઓથ ! ૩
સાગર તરવા નૌકા બેઠો,
નૌકા તૂટી જાય :
નાથ નામનો મળે તરાપો,
તો જળ પાર તરાય !
નાથ ! મને એક જ તારી ઓથ ! ૪
દેવ ફિરસ્તાને શું પૂજું ?
એ સૌ તુજ મહોતાજ :
નાથ ! મને તુજ ઓથ મળી ત્યાં
ચૌદ ભુવનનું રાજ !
નાથ ! મને એક જ તારી ઓથ ! ૬
- ↑ "કંથ બિન રહી અકેલી મોરી જાન," એ રાહ.