કિલ્લોલ/અમારી પીપર /પીપર ફાલી
< કિલ્લોલ
← પીપર કોળી | કિલ્લોલ પીપર ફાલી ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
ચુંદડી → |
૫. પીપર ફાલી
♠
હાં રે પીપર ફાલી
હાં હાં રે પીપર ફાલી,
એને અંગે લાલ ગલાલી રે
પીપર ફાલી.
હાં રે પીપર ફાલી
હાં હાં રે પીપર ફાલી,
વનદેવ તણી બહુ વ્હાલી રે
પીપર ફાલી.
હાં રે પાન ચડિયાં
હાં હાં રે પાન ચડિયાં,
જાણે નવલખ નીલમ જડિયાં રે
પીપર ફાલી.
હાં રે પેપા આવ્યા
હાં હાં રે પેપા આવ્યા,
પંખીડલાંને ભલ ભાવ્યા રે
પીપર ફાલી.
હાં રે પેપા મીઠા
હાં હાં રે પેપા મીઠા,
એને કાબર કરે અજીઠા રે
પીપર ફાલી.
હાં રે પેપા પડિયા
હાં હાં રે પેપા પડિયા,
મારા બચલા ભાઈને જડિયા રે
પીપર ફાલી.
હાં રે ભાગ વ્હેંચ્યા
હાં હાં રે ભાગ વ્હેંચ્યા,
બચલીને આપ્યા કાચા રે
પીપર ફાલી.