કિલ્લોલ/અમારી પીપર /પીપર સૂકી

← પીપર કાપી કિલ્લોલ
પીપર સૂકી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
પીપર કોળી →



૩. પીપર સૂકી

હાં રે પીપર સૂકી
હાં હાં રે પીપર સૂકી,
જાણે ભગરી ભેંસ વસૂકી રે
પીપર સૂકી !

હાં રે પીપર સૂકી
હાં હાં રે પીપર સૂકી,
એનાં જોર ગયા સહુ ડૂકી રે
પીપર સૂકી .

હાં રે પીપર સૂકી
હાં હાં રે પીપર સૂકી,
પંખી ગ્યાં માળા મૂકી રે
પીપર સૂકી .

હાં રે પાન ખરિયાં
હાં હાં રે પાન ખરિયાં,
જાણે માનાં બાળક મરિયાં રે
પીપર સૂકી .

હાં રે માળી રોવે
હાં હાં રે માળી રોવે,
વાદળની સામે જોવે રે
પીપર સૂકી.

હાં રે પીપર તરસી
હાં હાં રે પીપર તરસી,
એને કોઇ ન રેડે કળસી રે
પીપર સૂકી.

હાં રે પીપર તરસી
હાં હાં રે પીપર તરસી,
મેહુલિયે ધારા વરસી રે
પીપર સૂકી.