←  નીંદરવિહોણી કિલ્લોલ
ચાંદરડા
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
હાલરડું વાલું →





ચાંદરણાં


બાને ખોળે બેની રડી
એ રે બૂમ આકાશે ચડી
આકાશે સૂતા શ્રી હરિ
હરિની આંખો ઝબકી પડી.

ફુલ-સેજલડી ઝટ પરહરી
હરિએ મેલી નીંદરપરી
સોણલાંની છાબડીઓ ભરી
નીંદર વાદળીને વ્હાણે ચડી.

અદમધ દરિયે વીજળી મળી
નીંદરની નાવડી ઊંધી વળી
છાબનાં સોણલાં વેરાઇ ગયાં

ને એનાં ચાદરણાં થયાં !