કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ઉત્તમા (બીજી)

← ઉત્તમા (પહેલી) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ઉત્તમા (બીજી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
દંતિકા →


४६–उत्तमा (बीजी)

કૌશલ દેશ નિવાસી એક બ્રાહ્મણની કન્યા હતી. એક દિવસ ધર્મપ્રચાર કરતા કરતા બુદ્ધ ભગવાન કૌશલ દેશમાં આવ્યા. ત્યાં આગળ એમનો ધર્મોપદેશ સાંભળ્યાથી ઉત્તમના મનમાં વૈરાગ્ય ઉપન્ન થયો અને તેણે સંસારનો ત્યાગ કરીને ભિક્ષુણીવ્રત ધારણ કર્યું. ત્યાં આગળ એકાંતમાં ધર્મચિંત્વન કર્યાથી તથા બ્રહ્મચર્યપૂર્વક જીવન ગાળ્યાથી એ અર્હત્‌પદને પામી. એણે પોતાનો અનુભવ ગાથામાં કવિતાદ્વારા ગાયો છે.