કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ઉત્તરા (બીજી)
← અનોપમા (અનુપમા) | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો ઉત્તરા (બીજી) શિવપ્રસાદ દલપતરામ પંડિત |
ગુપ્તા → |
६८–उत्तरा (बीजी)
એનો જન્મ શ્રાવસ્તી નગરીમાં એક ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. યુવાવસ્થા પ્રાપ્ત થયા પછી પટાચારાના ઉપદેશથી તેણે ભિક્ષુણીવ્રત ધારણ કર્યું હતું. એક દિવસ પટાચારાએ શીખવેલી પદ્ધતિ પ્રમાણે ધ્યાન ધરવા સારૂ એ એકાંત સ્થળમાં જઈને આસન વાળીને બેઠી તથા સંકલ્પ કર્યો કે, “જ્યાં સુધી મારા હૃદયને બધી જાતના આસવોના અધિકારમાંથી મુક્ત નહિ કરૂં, ત્યાંસુધી હં અહીંથી ઊઠીશ નહિ.” એ પ્રમાણે દૃઢ સંકલ્પ કરીને તેણે ધ્યાન ધર્યું અને થોડા સમયમાં અર્હંત્પદ પ્રાપ્ત કર્યું. થેરીગાથામાં ૧૭૫ થી ૧૮૧ સુધીના શ્લોક તેના રચેલા છે.