કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ચિત્રા
← અર્ધકાશી | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો ચિત્રા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
પૂર્ણા (પુણ્ણા) → |
४०–चित्रा
રાજગૃહ શહેરમાં એક કુલીન ગૃહસ્થને ઘેર એનો જન્મ થયો હતો. જ્યારે તે પુખ્ત વયની થઈ ત્યારે તેણે એક દિવસ રાજગૃહના દરવાજા આગળ બુદ્ધદેવને ઉપદેશ આપતાં જોયા. તેમના મધુર ઉપદેશની ચિત્રાના ચિત્ત ઉપર ઘણી અસર થઈ, તેથી તેણે મહાપ્રજાપતિ ગૌતમી પારસે દીક્ષા લીધી. ઘણાં વર્ષો સુધી ધ્યાનમગ્ન રહેવાથી એ અર્હત્પદને પામી હતી. તેણે પોતાની ગાથામાં લખ્યું છે કે—
“હું ઘણી દુર્બળ, ગ્લાનિયુક્ત અને કૃશ હોવા છતાં પણ હાથમાં લાકડી પકડીને પર્વત ઉપર ચઢું છું. મારા ખભા ઉપર ભિક્ષાની ઝોળી લટકી રહી છે. હું ખડકોની સામે થઈને જીવનને ટકાવી રહી છું અને ધ્યાનમગ્ન થઈને અંધકારને દૂર હઠાવું છું.”